શોધખોળ કરો
વાઘાણીનો વિરોધ, પાસના યુવાનોની ફરિયાદઃ વાઘાણીના જૂના ડ્રાઈવરે ગુપ્તાંગ પર મારી સોનાની ચેન લૂંટી લીધી
1/4

ભાવનગરઃ ભાવનગરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના સન્માન સમારોહમાં વિરોધ કરનારા પાસના બે યુવાનોએ જીતુ વાઘણીના ભૂતપૂર્વ ડ્રાઈવર ઉપરાંત આઠ પોલીસો સામે સોનાની ચેઈન લૂંટી લીધી હોવાની અને ગુપ્તાંગ પર ફટકારીને ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવી છે.
2/4

ભાવનગરમાં લો કોલેજના ગ્રાઉન્ડમાં જીતુ વાઘાણીના સન્માન સમારોહ દરમિયાન નારી ગામના કેયુર મોરડીયા અને અંકીત ભીસરા નામના બે યુવાનોએ પ્રદેશ પ્રમુખ અને ભાજપ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. એ વખતે પોલીસ તથા બીજા લોકોએ તેમને સમારોહમાંથી ઉઠાવીને બહાર કાઢ્યા હતા.
3/4

નારીના બંને યુવાને વાઘાણીના પૂર્વ ડ્રાઇવર તથા પીઆઇ, પીએસઆઈ અને 6 પોલીસ વિરૂદ્ધ માર મારી રૂદ્રાક્ષના મણકા સાથેની સોનાની માળાની લૂંટ ચલાવ્યાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. વાઘાણીના જન્મદિન નિમિત્તે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં સન્માન સમારોહ યોજાયો હતો.
4/4

બંને યુવાને વાઘાણીના ભૂતપૂર્વ ડ્રાઇવર રાયસિંહ, પીએસઆઈ ગોહિલ, પીઆઇ ટાંક, પોલીસ કોન્સ્ટેબલ ભૈરવદાન ગઢવી, અરિવંદભાઇ, કીરીટભાઇ પંડ્યા અને બીજા ત્રણ પોલીસે તેને તથા કેયુરભાઇને મેદાનમાંથી બહાર લઇ જઇ ગુપ્તાંગના ભાગે માર મારી સોનાની રૂદ્રાક્ષની માળાની લૂંટ ચલાવ્યાની ફરિયાદ નોંધાવી છે.
Published at : 13 Sep 2016 12:09 PM (IST)
View More





















