સુત્રોની જાણકારી મુજબ થોડીવારમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ ગઢ પોલીસ સ્ટેશન પહોંચે તેવી શક્યતાઓ છે. પોલીસ સ્ટેશનમાં મામલો બિચકતા અંતે પોલીસે પીડિત મહિલાની ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.
2/4
મહિલાની છેડતી બાદ મોટી સંખ્યામાં પાટીદાર લોકો ગઢ પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં લોકોએ ગઢપોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો. પુરુષો સાથે મોટી સંખ્યમાં મહિલાઓ પણ જોડાઈ હતી. ઘટનાની જાણ થતા બનાસકાંઠા એસપી નિરજ બડગુજર ઘટના સ્થળે પહોંચ્યા હતા.
3/4
પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યમાં લોકો ઉમટી પડતા ગઢ પોલીસ સ્ટેશનમાં મોટો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.
4/4
પાલનપુર: બનાસકાંઠાના પાલનપુરના ગઢ ગામે યુવતીની છેડતીનો મામલો સામે આવ્યો છે. પાટીદાર સમાજની યુવતીની અન્ય સમાજના યુવાનો દ્વારા છેડતી કરવામાં આવી હોવાની વાત સામે આવી છે. મહિલાની છેડતી બાદ ફરિયાદ ન લેવામાં આવતી હોવાના આક્ષેપ થયા છે.