નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડીયાના અંગત મદદનીશ તરીકે નાયબ કલેક્ટર એસ. સી. સાવલીયાની નિમણૂંક કરવામાં આવી છે.
2/7
વાહન વ્યવહાર રાજ્ય કક્ષાના મંત્રી વલ્લભાઈ કાકડીયાના અંગત મદદનીશ તરીકે નાયબ જિલ્લા વિકાસ અધિકારી એ. બી. રાદડીયાની નિમણૂંક કરવામાં આવી છે.
3/7
આરોગ્ય રાજ્ય કક્ષાના મંત્રી શંકરભાઈ ચૌધરીના અંગત મદદનીશ તરીકે નાયબ જિલ્લા વિકાસ અધિકારી એમ. જે. પંડ્યાની નિમણૂંક કરવામાં આવી છે.
4/7
પાણી પુરવઠા રાજ્ય કક્ષાના મંત્રી જશાભાઈ બારડના અંગત સચિવ રીકે નાયબ નિયામક આર. એન. ડોડીયાની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે અંગત મદદનીશ તરીકે સ્ટેનો-2, વર્ગ-3 એમ. ડી. વાઘેલાની નિમણૂંક કરવામાં આવી છે.
5/7
પંચાયત રાજ્ય કક્ષાના મંત્રી જયંતિભાઈ કવાડીયાના અંગત સચિવ તરીકે અધિક કલેક્ટર પ્રકાશ મોદીની નિમણૂંક કરવામાં આવી છે.
6/7
માર્ગ અને મકાન રાજ્ય કક્ષાના મંત્રી જયદ્રથસિંહજી પરમારના અંગત સચિવ તરીકે નાયબ સચિવ કિશોર મોઢાની નિમણૂંક કરવામાં આવી છે.
7/7
ગાંધીનગરઃ ગુજરાત સરકારે આજ રોજ કુલ 8 અધિકારીઓની મંત્રી અને રાજ્યકક્ષાના મંત્રીના અંગત સચિવ અને અંગત મદદનિશ તરીકે નિમણૂંક કરી છે. જેમાં આદિજાતિ વિકાસ મંત્રાલય, માર્ગ અને મકાન, પંચાયત, નાગરિક પુરવઠો, આરોગ્ય, વાહન વ્યવહાર અને પાણી પુરવઠા પ્રધાનના અંગત સચિવ અને અંગત મદદનીશ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આદિજાતિ વિકાસ પ્રધાન ગણપતભાઈ વસાવના અંગત સચિવ તરીકે સંયુક્ત સચિવ એ. એમ. ભાવસારની નિમણૂંક કરવામાં આવી છે.