પહેલીવાર કચ્છમાં ડીજી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’માં આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં 150થી વધુ ડીજી કક્ષાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. જમ્મુ કાશ્મીરની વર્તમાન પરિસ્થિતીથી માંડીને આતંકવાદ એ મુખ્ય ચર્ચાનો વિષય હશે.
2/4
નરેન્દ્ર મોદી કેવડિયા કોલોનીમાં જ રાત્રી રોકાણ કરશે. બીજા દિવસે વડાપ્રધાન અડાલજમાં ત્રિમંદિર ખાતે ભાજપ રાષ્ટ્રીય મહિલા સંમેલનમાં સંબોધન કરશે. ત્યાંથી તેઓ દિલ્હી જવા રવાના થશે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
3/4
21મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી સીધાં જ વડોદરા આવશે ત્યાંથી તેઓ કેવડિયા કોલોની પહોંચશે. કેવડિયા કોલોનીમાં ડીજી કોન્ફરન્સમાં સંબોધન કર્યાં બાદ તેઓ ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ની પણ મુલાકાત લેશે.
4/4
ગાંધીનગર: 21મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યાં છે. ગુજરાતમાં બીજી વાર આયોજિત ડીજી કોન્ફરન્સનું વડાપ્રધાન ઉદઘાટન કરશે. કેવડિયા કોલોની ખાતે આયોજિત કોન્ફરન્સને પગલે સમગ્ર વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.