16 ઓગસ્ટે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ અંતિમ શ્વાસ લીધા હતાં જેના સમાચાર સાંભળીને બહુ જ ભાવુક થયા હતાં જેમને સાંજે શ્રંદ્ધાજલિ આપવા માટે સાંજે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતાં. જ્યારે આજે અટલ બિહારી વાજપેયીની આજે અંતિમ યાત્રા નીકળી છે અને સાંજે 4 વાગ્યાની આસપાસ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
2/6
ઉલ્લેખનીય છે કે, જ્યારે BAPSની વડા રહી ચૂકેલા પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થયા હતા. આ સમાચાર મળતાં જ નરેન્દ્ર મોદી ભાવુક થઈ ગયા હતાં અને 15મી ઓગસ્ટે જ પ્રમુખ સ્વામી મહારાજને શ્રંદ્ધાજલિ આપવા માટે સીધો સાળંગપુર પહોંચ્યા હતાં.
3/6
સન 1999માં પુનઃ ભારતના વડાપ્રધાન તરીકેનું સુકાન સંભાળીને વાજપેયીજી પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનાં આશીર્વાદ મેળવવા ગાંધીનગર ખાતે આવ્યા હતા, ત્યારે તેમને આશીર્વાદ આપતાં પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે વાજપેયીજીને કહ્યું હતું કે, ‘તમે સાચા હૃદયે દેશભક્તિથી કાર્ય કરો છો, માટે તમારો યશ શાશ્વત રહેશે.’
4/6
આ અંગે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી પૂજ્ય મહંત સ્વામી મહારાજે વાજપેયીજી અને પ્રમુખસ્વામી મહારાજના વિરલ આદરભર્યા સંબંધોના સંસ્મરણો વાગોળ્યા હતા. મહંત સ્વામીએ આ સંસ્મરણો વાગોળતા જણાવ્યું કે, અનેક મુશ્કેલીઓ અને રાજકીય ચઢાવ-ઊતાર વચ્ચે વાજપેયીજીએ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરીને પોતાની આત્મશ્રદ્ધાને વિશેષ દ્રઢ બનાવી હતી.
5/6
ઉલ્લેખનીય છે કે BAPSના વડા રહી ચૂકેલા પ્રમુખ સ્વામી મહારાજના પણ 13 ઓગસ્ટે બ્રહ્મલિન થયા હતા જેમના અંતિમ સંસ્કાર 17 ઓગસ્ટે જ કરવામાં આવ્યા હતા. આમ બન્ને મહાપુરૂષોની એક જ દિવસે અંતિમવિધિનો યોગાનુયોગ થયો છે. માત્ર એટલું જ નહીં, અટલજી અને પ્રમુખ સ્વામી મહારાજ એકબીજા પ્રત્યે ખૂબ જ સ્નેહ ભાવ ધરાવતા હતા.
6/6
16 ઓગસ્ટે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજયેપી અનંત યાત્રાએ નીકળ્યા છે. આજે 4 વાગ્યાની આસપાસ મહાત્મા ગાંધીના સ્મૃતિ સ્થળ નજીક તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. આ સાથે જ ભારતના બે મહાપુરૂષો સાથે એક ગજબનો યોગાનુયોગ સર્જાયો હોય તેવો જોવા મળ્યો હતો.