અમદાવાદ: ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદ પડી શકે છે. તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. જેના પગલે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આગાહીને લઇ અમદાવાદમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
2/3
ઉલ્લખેનીય છે કે, રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં કેટલાંય દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો છે કે જેનાં કારણે તંત્ર પણ એલર્ટ થઇ ગયું છે. રાજ્યમાં થઇ રહેલ ધોધમાર વરસાદને કારણે સમગ્ર ગુજરાતમાં મેઘ મહેર તો ક્યાંક કહેર જેવી સ્થિતી પણ સર્જાઈ છે.
3/3
સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓછો વરસાદ પડશે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જયારે બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ચોમાસાની આ સિઝનમાં પડેલો વરસાદ અત્યાર સુધી 52 ટકા જેટલો નોંધાયો છે. આ વખતે દક્ષિણ ગુજરાતનાં વલસાડ અને નવસારીમાં ધોધમાર વરસાદ થયો છે તેમજ સૌરાષ્ટ્રમાં પણ ગીર સોમનાથમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.