નોંધનીય છે કે તાજેતરમાં જ રાણીપમાં અલ્પેશ ઠાકોરના નવા ઘરના વાસ્તુ પૂજનમાં ભાજપના ટોચના બે નેતાઓ જીતુ વાઘાણી અને પ્રદીપસિંહે હાજરી આપી હતી. એ સમયે અટકળો તેજ થઈ હતી કે પરિણામ બાદ વિજય રૂપાણી લોકસભા ચૂંટણી બાદ મંત્રીમંડળનું વિસ્તરણ કરી અલ્પેશનો પણ મંત્રીમંડળમાં સમાવેશ કરે તેવી શક્યતા છે. આ અંગે અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, પ્રદીપસિંહ જાડેજા અને જીતુ વાઘાણી મારા સારા મિત્રો છે. મારા ઘરે નાની પૂજા રાખી હોવાથી મેં પ્રદીપસિંહ અને જીતુભાઈને આમંત્રણ આપ્યું હતું.
3/3
પાલનપુરઃ વાવના કોગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના પુત્રના લગ્નમાં કોગ્રેસ સાથે છેડો ફાડનારા અલ્પેશ ઠાકોર અને ભાજપના પૂર્વ મંત્રી શંકર ચૌધરી એકસાથે જોવા મળ્યા હતા. બંન્નેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. મળતી જાણકારી અનુસાર, ભાભરના તનવાડ ગામે વાવના કોગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના પુત્રના લગ્ન યોજાયા હતા. જ્યાં શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરની ઔપચારિક મુલાકાત થઈ હતી. નોંધનીય છે કે રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે અન્યાય થતો હોવાનું કહીને કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો હતો.