શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાવા અંગે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, ગુજરાતમાં લોકોએ બે જ પક્ષોને આશીર્વાદ આપ્યા છે. એજ દિશામાં આવનારા સમયમાં પણ થશે.
2/5
3/5
4/5
આજે અમદાવાદ ખાતે NCPનું કાર્યકર્તા સંમેલન છે. આ સંમેલનમાં જ શંકરસિંહ વાઘેલા NCPમાં સામેલ થશે. એનસીપી(નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી) તરફથી જાન્યુઆરીમાં મોટા સમાચાર આવશે એવું કહીને શંકરસિંહે સ્પષ્ટ સંદેશ આપી દીધો હતો, કે તેઓ આગામી દિવસોમાં એનસીપી સાથે જોડાઈ રહ્યા છે.
5/5
ગાંધીનગરઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસનો પંજો છોડી જનવિકલ્પ મોર્ચો નામની રાજકીય પાર્ટી બનાવનારા શંકરસિંહ વાઘેલા આજે વિધિવત રીતે એનસીપીમાં જોડાઈ જશે. એનસીપીના શરદ પવાર અને પ્રફુલ પટેલ એક સ્પેશિયલ વિમાનમાં આજે અમદાવાદ આવશે અને તેમની હાજરીમાં બાપુ એનસીપીમાં સામેલ થશે.