એક તરફ ઓછા વરસાદ તો બીજી બાજુ સરકારની ઉપેક્ષાને કારણે રાજ્યના ધરતીપૂત્રો હાલત દયનીય બની છે. થોડા સમય પહેલા જ અમરેલીના ધારી તાલુકાના વાવડી ગામે પાક નિષ્ફળ જવાના ડરે એક ખેડૂતે આપઘાત કરી લીધો હતો.
2/3
સુરેન્દ્રનગરના ચુડા તાલુકાનાં વેજલકા ગામના ખેડૂતે રવિવારે આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. પ્રાથમિક તારણમાં કહેવામાં આવી રહ્યું છે કે ઝરમરિયા શંકરભાઇ મનજીભાઇ નામના ખેડૂતે ખેડૂતે ભાવનગરના સિહોરમાં સંબંધીના ખેતરમાં ઝાડ સાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આપઘાત પાછળ પાક નિષ્ફળ જવાની ભીતિ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
3/3
સિહોરઃ સુરેન્દ્રનગરના વેજલકા ગામના ખેડૂતે પાક નિષ્ફળ જવાના ડરથી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ખેડૂતે ભાવનગરના સિહોર જઇને આપઘાત કરી લીધો હતો. છેલ્લા એક અઠવાડિયામાં ત્રીજા ખેડૂતે પાક નિષ્ફળ જવાના ડરથી આપઘાત કરી લેતા રાજ્યમાં ચર્ચા જાગી છે.