શોધખોળ કરો
સુરેન્દ્રનગરઃ ટ્રેક્ટરમાં બેસી નદી પાર કરવા જતા 10 લોકો તણાયા, સાત ગુમ
1/3

મળતી જાણકારી અનુસાર, ધ્રાંગધ્રાના વાવડી ગામે 10 જણા ટ્રેક્ટરની મદદથી ફલકુ નદીને પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તે દરમિયાન ટ્રેક્ટર નદીના ધસમસતા પ્રવાહમાં તણાતા તમામ લોકો નદીમાં તણાવા લાગ્યા હતા. ટ્રેક્ટર ફસાયાની જાણ વહીવટીતંત્રને થતાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી હતી. આ માટે આર્મી, એનડીઆરએફની ટીમો મદદ માટે પહોંચી હતી. જિલ્લા કલેકટર કે. રાજેશ, આઈ. કે. જાડેજા સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આર્મીના જવાનોએ નદીના પાણીમાં તરીને ત્રણ લોકોને બચાવી લીધા હતા જ્યારે સાત લોકોની શોધખોળ ચાલી રહી છે.
2/3

સુરેન્દ્રનગરઃ મેઘરાજા સમગ્ર ગુજરાતને ધમરોળી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં સુરેન્દ્રનગરમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ છે. ધ્રાંગધ્રા તાલુકાના વાવડી ગામની નદીમાં ઉપરવાસમાં વરસાદને પગલે અંદાજે ૧૦થી વધુ લોકો ફસાયા હોવાની જાણકારી મળી હતી. આર્મીના જવાનોએ જીવને જોખમમાં મુકીને નદીના ધસમસતા પ્રવાહમાંથી ત્રણ લોકોને બચાવી લીધા હતા જ્યારે સાત વ્યક્તિઓ નદીના પ્રવાહમાં તણાતા તેમને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
3/3

નદીના પ્રવાહમાં તણાયેલા લોકોને શોધવા માટે તંત્રએ હેલિકોપ્ટરથી શોધખોળ શરૂ કરી હતી. ટ્રેકટર સાથે નદીમાં તણાયેલા લોકોમાં શંખેશ્વર તાલુકાના મજૂરો અને વાવડી ગામના રબારી સમાજના લોકો હતા.
Published at : 10 Aug 2019 05:47 PM (IST)
View More
Advertisement





















