પોલીસ જવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કૉંસ્ટેબલ, LRD જવાનો, હેડ કૉંસ્ટેંબલ અને ASI ફરજ દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ નહીં કરી શકે. ફરજ દરમિયાન પોલીસ જવાનોના મોબાઈલ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
2/3
અમદાવાદ: કૉંસ્ટેબલ, હેડ કૉંસ્ટેબલ અને ASI સહિતના સ્ટાફને ફરજ દરમિયાન મોબઈલના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. બંદોબસ્ત દરમિયાન આ નિયમનું ચુસ્તપણે પાલન કરવા તાકીદ કરાઈ છે. મોબઈલ ફોનનો ઉપયોગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.
3/3
સ્વર્ણિમ સંકુલ, મંત્રી નિવાસ, ટ્રાફિક નિયમન અને મહાનુભાવોના બંદોબસ્ત સમયે ચુસ્ત અમલ કરવાનો રહેશે. જો જવાનો ફરજ દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા જણાશે તો શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.