શોધખોળ કરો
ગુજરાતમાં કઈ જગ્યાએ જોવા મળ્યો વાઘ, જાણો વિગતે
1/4

વન વિભાગે જે વિસ્તારમાંથી વાઘ પસાર થયો તે જગ્યા પર આવી નિરીક્ષણ કર્યું અને પુષ્ટી આપી છે કે આ વિસ્તારમાં વાઘ આવ્યો છે. વાઘ ક્યાંથી આવ્યો તે બાજુ પણ વન વિભાગે તપાસ શરૂ કરી છે. આ વિસ્તારના RFO રોહિત પટેલે જણાવ્યું કે, શિક્ષકે વાઘની જે તસવીર પાડી છે તે સાચી સાબિત થઈ છે. વન વિભાગને આ વિસ્તારમાંથી વાઘના વાળ અને તેના પગના નિશાન પણ જોવા મળ્યા છે. જે એફએસએલ વિભાગમાં મોકલી દેવામાં આવ્યા છે. હવે વધુ તપાસ કરવા માટે વન વિભાગ નાઈટ વિઝન કેમેરા પણ લગાવાશે. વન વિભાગની ટીમ હાલ જંગલમાં તપાસ કરી વધુ પુરાવા ભેગી કરી રહી છે.
2/4

મળતી માહિતી પ્રમાણે એક શિક્ષક મહિસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના ગઢ ગામ નજીક પાંગળી માતા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં તેમણે વાઘને રોડ ક્રોસ કરતા જોયો. શિક્ષકે તુરંત સમયસૂચકતા વાપરી મોબાઈલના કેમેરામાં વાઘની તસવીર કેદ કરી લીધી. ત્યારબાદ આ તસવીર વન વિભાગને બતાવી જાણ કરવામાં આવી.
Published at : 10 Feb 2019 07:36 AM (IST)
View More




















