જોકે તેણે બંને તરૂણીને બે યુવાનોને સોંપી દીધી હતી. રાહુલ અને અન્ય એક યુવાન બંને તરૂણીને ગારખડી ગામના જંગલમાં સુમસામ જગ્યાએ લઈ ગયા હતા જ્યાં બન્ને તરૂણીના કપડાં કાઢીને તેમની પર બળાત્કાર ગુજાર્યો હતો.
2/4
મળતી માહિતી અનુસાર, ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલા એક ગામની બે તરૂણી 14 તારીખનાં રોજ બાજુનાં ગામમાં ગરબા રમવા ગઈ હતી. તેમના સંબંધીનાં પુત્ર વસંત ગોવિંદ ખાબડે ગરબા રમ્યા બાદ ઘરે મુકી જવાની બાહેંધરી લીધી હતી.
3/4
ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારમાં નવરાત્રિમાં ગરબા રમ્યા બાદ બે તરૂણીને ગારખડી ગામના જંગલમાં લઈ જઈ બે યુવાનોએ બળાત્કાર ગુજાર્યો હતો. આ બનાવ અંગે સંબંધીના પુત્ર સહિત ત્રણ યુવાન સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
4/4
બળાત્કારનો ભોગ બનેલી તરૂણીઓએ પોતાના વાલીઓને સમગ્ર હકીકતથી વાકેફ કરતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. સંબંધીના દિકરા અને અન્ય બે યુવકો વિરુદ્ધ આહવા પોલીસમાં બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી હવસખોરોની શોધખોળ આદરી છે.