શોધખોળ કરો
વલસાડઃ PTના ક્લાસ દરમિયાન વિદ્યાર્થિનીને ચક્કર આવતાં પડી ગઈ, પછી શું થયું?
1/3

વલસાડ: વલસાડની સરસ્વતી વિદ્યામંદિર શાળામાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીને શારીરિક શિક્ષણના ક્લાસ દરમિયાન ચક્કર આવતા ઢળી પડી હતી. મળતી વિગતો પ્રમાણે વિદ્યાર્થીની મેદાન પર ઢળી પડતા ત્યાં હાજર સંચાલકોએ તેને હોસ્પિટલ પહોંચાડી હતી. ફરજ પર હાજર ડૉક્ટરોએ વિદ્યાર્થીનીનું હાર્ટઅટેકના કારણે મોત થયાનું જણાવ્યું હતું.
2/3

વલસાડની સરસ્વતી વિદ્યામંદિર શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને શારીરિક શિક્ષણ વિષય માટે મેદાન પર જતાં ચક્કર આવ્યા તે ઢળી પડી હતી. સુત્રોની જાણકારી મુજબ વિદ્યાર્થીની પહેલાથી જ બીમાર હતી. શાળાની નજીક સાફી હોસ્પિટલમાં વિદ્યાર્થીને સારવાર માટે ખસેડવામાં આવી હતી જે દરમ્યાન વિદ્યાર્થીની નું મોત થયું હતું.
Published at : 22 Jun 2018 03:57 PM (IST)
Tags :
Valsad NewsView More




















