ગાંધીનગરઃ ગુજરાતમાં વિજય રૂપાણીએ આજે બપોરે 12.39 કલાકના વિજય મુહૂર્તમાં મુખ્યમંત્રીપદના શપથ લીધા હતા. રૂપાણી ઉપરાંત 8 કેબિનેટ કક્ષાના અને 16 રાજ્ય કક્ષાના પ્રધાનોએ પણ શપથ લીધા હતા. વિજય રૂપાણીના પ્રધાનમંડળમાં સમાજના તમામ વર્ગોને પ્રતિનિધિત્વ જાળવવા માટે પ્રયત્ન કરાયો છે પણ આ પ્રધાનમંડળમાં સવર્ણોનો દબદબો છે. કુલ 25 પ્રધાનોમાંથી 50 ટકા કરતાં વધારે એટલે કે 14 પ્રધાનો સવર્ણ સમાજના છે. આ સવર્ણ પ્રધાનોમાં પણ પાટીદારોનું વર્ચસ્વ છે અને 14માંથી 8 પ્રધાનો પાટીદાર સમાજના છે. રૂપાણીના પ્રધાનમંડળમાં ક્યો પ્રધાન કઈ જ્ઞાતિનો છે તેની સંપૂર્ણ વિગતો નીચે પ્રમાણે છે.