શોધખોળ કરો
સરકારની મહત્વની જાહેરાત, આગામી પાંચ દિવસ સિંચાઈ માટે નર્મદા કેનાલમાં પાણી છોડાશે
1/2

નીતિન પટેલે વધુ માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યમાં તથા ઉપરવાસમાં વરસાદ ઓછો થવાના કારણે સરદાર સરોવર ડેમમાં પાણીનો મર્યાદિત જથ્થો ઉપલબ્ધ છે. તેમ છતાં પણ ખેડૂતોની જરૂરિયાત મુજબ ચોમાસુ પાકની સિંચાઇ માટે સરકારે પાણી આપવાનો નિર્ણય લીધો છે.
2/2

ગાંધીનગર: રાજ્ય સરકાર ચોમાસુ પાકને બચાવવા માટે શનિવારથી 27 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી નર્મદા કેનાલમાંથી પાણી છોડવાની જાહેરાત કરી છે. નીતિન પટેલે જણાવ્યું કે, ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે કિસાનલક્ષી નિર્ણય કર્યો છે. ખેડૂતોના ચોમાસુ પાકને બચાવવા માટે શનિવારથી પાંચ દિવસ માટે એટલે કે, 31 ઓક્ટોબર-2018 સાંજ સુધી દૈનિક 12 હજાર ક્યુસેક નર્મદાનું પાણી છોડવામાં આવશે.
Published at : 26 Oct 2018 10:26 PM (IST)
View More





















