ગાંધીનગરઃ કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય અને શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ શનિવારે અચાનક ભાજપનો ખેસ ધારણ કરી લીધો તે સામે શંકરસિંહ વાઘેલાએ પોતે નારાજ હોવાની જાહેરાત કરી છે. વાઘેલાએ એમ પણ જણાવ્યું કે, જરૂર પડે તો તેઓ મહેન્દ્રસિંહની વિરુદ્ધ ચૂંટણી પ્રચાર પણ કરી શકે છે.
2/7
આગામી ઓગસ્ટમાં શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ તરફી વલણ જાહેર કરે તેવી સંભાવના પણ કેટલાક લોકોએ વ્યક્ત કરી છે. શંકરસિંહે પોતાના પુત્ર મહેન્દ્રને ભાજપ લોકસભાની ચૂંટણીમાં મેદાનમાં ઉતારે તો તેની સામે પ્રચાર કરવાની જાહેરાત કરી છે તેના પરથી તે કોંગ્રેસ તરફ ઢળી રહ્યા હોવાની અટકળો તેજ બની છે.
3/7
શંકરસિંહે પોતે ફરી કોંગ્રેસમાં જોડાઈ શકે છે તેવા સંકેત આપતાં કોંગ્રેસનાં વખાણ કર્યાં. વાઘેલાએ જણાવ્યું કે, ભાજપ કે પછી દેશની કોઈ પણ પાર્ટીમાં આંતરિક લોકશાહી નથી જ્યારે કોંગ્રેસ જેવી ડેમોક્રેટિક પાર્ટી દેશમાં કોઈ નથી. વાઘેલાના આ નિવેદનથી તે પાછા કોંગ્રેસ ભણી ઢળી રહ્યા હોવાનું મનાય છે.
4/7
5/7
6/7
7/7
આ પત્રકાર પરિષદમાં શંકરસિંહ વાઘેલાએ પોતે ફરી કોંગ્રેસમાં જોડાઈ શકે છે તેવા સંકેત આપ્યા હતા. શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, લોકસભાની ચૂંટણી આવી રહી છે તેથી હું ફરી સક્રિય થયો છું. હું કોને નડીશ તેની સમજ હોવાથી તેઓ મારી ક્રેડિબિલિટીને ઝાંખપ લાગે તે માટે મહેન્દ્રને લઈ ગયા છે.