પોલીસે ઇનોવા ગાડીની તલાશી લેતાં ડિક્કીમાં બે કોથળામાં જૂની 1000 અને 500ની ચલણી નોટો મળી આવી હતી. ગાડીમાં સવાર સુરતના પુર્ણાના રહેવાસી ગુણવંત રતિલાલ પટેલને કેવડીયા પોલીસ સ્ટેશન ખાતે લવાયા હતાં. બનાવની જાણ થતાં ડીવાયએસપી આર એમ ભદોરિયા પણ કેવડીયા આવી પહોંચ્યાં હતાં. SBI ના કર્મીને બોલાવી કોથળામાં રહેલી નોટો ગણાવતા 1.19 કરોડ રૂપિયા નીકળ્યાં હતાં. ખેડૂત પાસે આટલી મોટી રકમ આવી કયાંથી તેની તપાસ શરૂ કરવામાં આવી છે.
2/5
કેવડિયા કોલોનીથી સુરત જતી ગાડીમાં મોટી રકમ હોવાનીબાતમી કેવડિયાના પી.આઇ. ડી.વી. પ્રસાદને મળી હતી. પીઆઇની સાથે કોન્સ્ટેબલ ઉમેશ પારેખ, મુનીર ગરાસિયા અને શાંતિલાલ સહિતની પોલીસ ટીમે શંકાસ્પદ ઇનોવા ગાડીનો પીછો કરી તેને ફૂલવાડી ગામ નજીક અટકાવી હતી.
3/5
નર્મદા જિલ્લાના ફૂલવાડી ગામ નજીકથી પોલીસે સુરતના પુર્ણા ગામે રહેતાં ખેડૂતની ગાડીમાંથી 1.20 કરોડ રૂપિયાની 500 તથા 1000ના દરની ચલણી નોટો કબજે કરી છે. ઇનોવા ગાડીમાંથી બે કોથળા ભરી મળેલી ચલણી નોટો ગણવા માટે બેંકના કર્મચારીઓને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યાં હતાં. ખેડૂતે તેની પાસે રહેલી રકમ જમીનના સોદા માટેની હોવાની કેફિયત રજૂ કરી છે.
4/5
પોલીસને બાતમી મળી હતી કે ચાર ઇસમો ઇનોવા કારમાં જંગી રકમ લઇને ફરી રહ્યા છે. જેને લઇને પોલીસે પીછો કરી કારને પકડી પાડી.તો વડોદરામાં પણ આવી નોટોની હેરાફેરી કરતા લોકોની ધરપકડ કરવામા આવી છે. વડોદરાના રેલવે સ્ટેશન પર રાજકોટનાં તુષાર કળવાતર પાસેથી 24 લાખ 99 હજારની જુના દરની 500 અને 1000 ની નોટ મળતા રેલવે પોલીસ નાણા જપ્ત કરીને કાયદાકીય કાર્રવાઈ શરૂ કરી છે.
5/5
નર્મદાઃ 500 અને 1000ની નોટો જ્યારે બજારમાંથી બંધ થઈ છે..તેની સાથે આ નોટોની હેરાફેરી પણ શરૂ થઈ છે. ગુજરાતમાં નર્મદા અને વડોદરા જિલ્લામાં 500 અને 1000ની નોટોની હેરાફેરી કરતા લોકોની ધરપકડ કરવામાં આવી છે. નર્મદાના કેવડીયા કોલોની પાસે આવેલ ફુલવાડી ચોકડી પાસેથી 1 કરોડ 19 લાખની રોકડ રકમ સાથે 4 લોકોની અટકાયત કરાઇ છે.