ઉપરાંત મંત્રીએ કહ્યું કે, સ્ટાન્ડર્ડ ડિડક્શનને 40 હજાર રૂપિયાથી વધારીને 50 હજાર રૂપિયા કરવામાં આવ્યું છે. બેન્ક કે પૉસ્ટ ઓફિસમાં 40 હજાર રૂપિયા સુધી વ્યાજની રકમ પર કોઇ ટેક્સ નહીં આપવો પડે, મોદી સરકારની આ જાહેરાત બાદ 3 કરોડ ટેક્સ પેયરને ફાયદો થશે.
3/4
લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે સેલેરીડ ક્લાસને મોટી ગિફ્ટ આપતા ટેક્સ છૂટની સીમા વધારી દીધી, 2.5 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરી છે, એટલે કે હવે 5 લાખ સુધીની વાર્ષિક આવક પર હવે કોઇ ટેક્સ નહીં લાગે. પિયુષ ગોયલે જેવી ટેક્સ છૂટની જાહેરાત કરી કે તરતજ લોકસભામાં લાગવા લાગ્યા 'મોદી... મોદી...'ના નારા. એનડીએ સાંસદોએ 'મોદી... મોદી...'ના નારા લગાવીને બજેટને વધાવી લીધુ હતુ.
4/4
નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે સંસદમાં આજે મોદી સરકારનું છેલ્લુ અને વચગાળાનું બજેટ 2019 રજૂ કર્યુ, અરુણ જેટલીની ગેજહાજરીમાં પિયુષ ગોયલે રજૂ કરેલા બજેટમાં નોકરીયાતો અને મધ્યમ વર્ગ માટે ખાસ જોગવાઇએ બહાર આવી. જેમાં એક ટેક્સ છૂટની પણ હતી.