ઉલ્લેખનીય છે કે આ પહેલા બાબા રામદેવે પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારે મુદ્દે સવાલો ઉઠાવી ચુક્યા છે. એક તરફ વિપક્ષ સરકારને બેરોજગારી અને અન્ય મુદ્દાઓ ઘેરી રહ્યું છે તો બાબ રામદેવ પણ વિપક્ષના સમર્થનમાં જોવા મળી રહ્યા છે. ત્યારે હવે એ જોવાનું રહેશે કે બાબા રામદેવની આ લડાઈ સરકારની વિરૂદ્ધ કેટલા સમય સુધી ચાલશે.
2/4
બાબા રામદેવે પતંજલિને લઈને દાવો કર્યો કે તેઓ સતત નોકરી આપી રહ્યા છે. બાબા રામદેવે જણાવ્યું કે છેલ્લા એક મહિનામાં સેલ્સ ડિપાટમેન્ટની વાત કરવામાં આવે તો 11 હજાર નોકરીઓ આપવામાં આવી છે.
3/4
યોગ ગુરૂ બાબ રામદેવે કહ્યું, બેરોજગારી, ભૂખમરી, ગરીબી ભારત માતાના માથા પર કલંક છે. હાલ સમગ્ર દેશમાં બેરોજગારી એક મોટો પ્રશ્ન છે. કેંદ્ર અને રાજ્ય સરકારઓ આ દિશામાં કામ નથી કરી રહી તેઓ આ ક્ષેત્રમાં અસફળ સાબિત થયા છે.
4/4
ભોપાલ: મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં યોગ ગુરૂ બાબ રામદેવે મોદી સરકાર સામે મોરચો ખોલતા એક મોટુ નિવેદન આપ્યું છે. અત્યાર સુધી મોદી સરકારના સમર્થનમાં ઉભા રહેલા યોગ ગુરૂ બાબા રામેદવે કેંદ્ર અને રાજ્ય સરકારને રોજગારના મુદ્દા પર ઘેરી છે.