નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બેંકમાં આધારને મરજિયાત કર્યા બાદ હવે બેંક ગ્રાહકો પાસે કેવાયસી (નો યોર કસ્ટમર) માટે અન્ય ડોક્યુમેન્ટની માગ કરી શકે છે. એવામાં ગ્રાહકો માટે બેંકમાં 5 દસ્વાતેજ વેલિડ હશે. બેન્કર્સનું કહેવું છે કે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) તરફતી નોટિફાઈડ અન્ય દસ્તાવેજ ગ્રાહકોએ બેંકમાં જમા કરાવવા પડી શકે છે.
2/3
જોકે બેંકર્સનું કહેવું છે કે, આધાર પર સુપ્રીમ કોર્ટનાં આ નિર્ણય બાદથી રાહ જોવાઇ રહી છે કે રિઝર્વ બેંક હવે કયો નવો નિર્દેશ જારી કરે છે. સુપ્રીમ કોર્ટનાં નિર્ણય પહેલાં ગ્રાહકો માટે બેંક અકાઉન્ટથી આધાર લિંક કરવું જરૂરી બનાવી દેવામાં આવ્યું હતું. હવે જ્યારે સુપ્રીમ કોર્ટે આ આદેશ બાદ આધારને લિંક કરવું સ્વૈચ્છિક ગણાવ્યું છે. ત્યારે ગ્રાહક બેંક સાથે તેનું આધાર ડીલિંક પણ કરાવી શકે છે. જેના માટે ગ્રાહક બેંકમાં જઈને એક ફોર્મ ભરીને આધાર ડીલિંક કરાવી શકે છે.
3/3
RBI તરફથી નોટિફાઇડ ડોક્યૂમેન્ટમાં પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસેન્સ, વોટર આઇડી, પેન કાર્ડ અને રાષ્ટ્રીય રોજગાર ગેરંટી સ્કીમ (નરેગા)નું જોબ કાર્ડનો સમાવેશ થાય છે. આરબીઆઈએ આ દસ્તાવજને જુલાઇ 2017માં નોટિફાઇડ કર્યા હતા. બેંક ખાતુ ખોલવા માટે જરૂરી દસ્તાવેજનાં રૂપમાં આ કાગળ વાસ્તવમાં કાળા નાણાં પર નિયંત્રણ લગાવવા માટે ખાસ બનાવવામાં આવ્યા હતાં. બેંક કે ફાઇનેન્સ કંપનીની માંગ પ્રમાણે, 'કોઇ અન્ય દસ્તાવેજ' મામલે બેંક તેનાં હિસાબથી રાશન કાર્ડ, વીજળી બિલ કે નિયોક્તાનાં પત્રથી ગ્રાહકોની ઓળખ સુનિશ્ચિત કરે છે.