આ ચૂંટણી જીતવા માટે ભાજપે તમામ તાકાત લગાવી હતી પરંતુ સંયુક્ત વિપક્ષની સામે ભાજપના મૃગાંકા સિંહ આરએલડીની તબસ્સૂમની સામે હારી ગયા.
2/4
ઉલ્લેખનીય છે કે ચાર લોકસભા અને 10 વિધાનસભા બેઠકો માટેના ગુરૂવારે પરિણામ આવ્યું જેમાં ભાજપને માત્ર પાલઘર લોકસભા અને ઉત્તરાખંડની થરાલી બેઠક જ જીતી શકી છે. પાર્ટી ઉત્તર પ્રદેશમાં કૈરાના લોકસભા બેઠક પણ ન સાચવી શકી.
3/4
નવી દિલ્લી: પેટા ચૂંટણીમાં ભાજપની હાર બાદ માત્ર સાથી પક્ષો જ નહી પરંતુ પોતાના પણ ભાજપ પર નિશાન સાધી રહ્યા છે. હરદોઈના ગોપામઉથી ભાજપના ધારાસભ્ય શ્યામ પ્રકાશે પેટા ચૂંટણીમાં ભાજપની હાર બાદ પોતાના ફેસબૂક પર પાર્ટી પર તીખી પ્રતિક્રીયા આપી છે.
4/4
ધારાસભ્ય શ્યામ પ્રકાશે પોતાની પાર્ટીના અધ્યક્ષને ભ્રષ્ટ અને સરકારને ફેલ ગણાવી છે. વળી બલિયાથી ધારાસભ્ય સુરેંદ્ર સિંહે કહ્યું સરકારમાં સરકારી કર્મચારીઓ જ ભ્રષ્ટ છે જેના કારણે ભાજપ ચૂંટણી હારી ગઈ છે. ભાજપના ધારાસભ્ય શ્યામ પ્રકાશે તો ફેસબૂક પર કવિતા લખી છે.