નવી દિલ્લી: કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થયા છે પંરતુ આ અભિયાનથી ભાજપના સ્ટાર નેતા શત્રુદ્ધન સિન્હાને દૂર રાખવામાં આવ્યા છે. ચૂંટણી પ્રચાર ખત્મ થતા શત્રુદ્ધન સિન્હાએ ટ્વિટરના માધ્યમથી પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. સિન્હાએ ટ્વિટમાં મોદીને ટેગ કર્યો અને કહ્યું પ્રધાનમંત્રી બનવાથી કોઈ બુદ્ધિમાન નથી બની જતું. એટલું જ નહી તેમણે પ્રચાર દરમિયાન પીએમ મોદીની ભાષા પર પણ સવાલો ઉઠાવ્યા.
2/6
શત્રુદ્ધન સિન્હા છેલ્લા ધણા સમયથી ઘણી વિપક્ષી પાર્ટીઓના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. જેમાં એમકે સ્ટાલિન, લાલૂ પ્રસાદ યાદવ, સ્વાતિ માલીવાલ, મમતા બેનરજી જેવા નેતાઓ સામેલ છે.
3/6
શત્રુદ્ધ સિન્હાએ તેના પર પલટવાર કરતા સુશીલ મોદીને એક નાના નેતા ગણાવ્યા હતા. તેને બિહારમાં કોઈ ઓળખતું નથી, શત્રુદ્ધન સિન્હાએ કહ્યું સુશીલ મોદી બિહારમાં લોકપ્રિય નથી. પાર્ટીએ તેના કારણે જ 2015 વિધાનસભાની ચૂંટણીમાં હાર મેળવી હતી.
4/6
શત્રુદ્ધન સિન્હાએ ટ્વિટ કર્યું કે કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર શાંત થયો છે, પરંતુ બિહાર-યૂપીની જેમ મને અહિંયા પણ પ્રચાર માટે નથી બોલાવવામાં આવ્યો, કારણ આપણે સૌ જાણિએ છીએ. પરંતુ એક જૂના મિત્ર તરીકે હું માત્ર એટલું જ કહેવા માગું છુ કે તમારે પ્રધાનમંત્રી પદની ગરિમા રાખવી જોઈએ.
5/6
ઉલ્લેખનીય છે કે શત્રુદ્ધન સિન્હા છેલ્લા ધણા સમયથી પાર્ટી અને સરકારની વિરૂદ્ધમાં નિવેદનો કરી રહ્યા છે. હાલમાં જ સીનિયર નેતા યશવંત સિન્હાએ ભાજપ છોડી દિધી હતી, ત્યારબાદ બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીએ શત્રુદ્ધન સિન્હાને પણ પાર્ટી છોડવાની સલાહ આપી હતી.
6/6
શત્રુદ્ધન સિન્હાએ કહ્યું આપણે કૉંગ્રેસ પર PPP જેવી કોમેન્ટ કેમ કરી રહ્યા છીએ, જ્યારે પરિણામ તો 15 મેના રોજ આવશે. પ્રધાનમંત્રી બનવાથી કોઈ બુદ્ધિમાન નથી બની જતું. કર્ણાટકમાં જનતાને નક્કી કરવા દો. શત્રુદ્ધન સિન્હાએ આ તમામ ટ્વિટમાં નરેંદ્ર મોદીની સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પણ ટેગ કર્યા છે.