તાજેતરમાં જ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની નજીક ગાઝિયાબાદમાં પણ લોની વિસ્તારના વિજય વિહાર કોલૉનીમાં ભારે વરસાદના કારણે બે માળની ઇમારત ધરાશાયી થઇ ગઇ હતી. આ દૂર્ઘટનામાં એક મહિલાનું મોત પણ થયુ હતુ.
3/5
ઉલ્લેખનીય છે કે, દિલ્હી-એનસીઆરમાં બિલ્ડિંગ પડવાની આ પહેલી ઘટના નથી, આ પહેલા પણ કેટલીયે ઇમારતો ધરાશાયી થઇ ચૂકી છે.
4/5
ઇમારત ધરાશાયી થવાની માહિતી મળવાની સાથે જ રાહત અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને કાટમાળ હટાવવાનું કામ શરૂ કરી દીધુ હતું. ઘટના બાદ સ્થાનિક લોકોએ પોલીસ અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી.
5/5
નવી દિલ્હીઃ રાજધાનીના ભારત નગર વિસ્તારમાં એક ચાર માળની ઇમારત ધરાશાયી થઇ ગઇ છે. આ દૂર્ઘટનામાં 9 લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. આમાં એક મહિલા અને ચાર બાળકોના મોત થઇ ગયા છે, જ્યારે કેટલાક લોકો ગંભીર રીતે ઘવાયા છે, તેમને સારવાર માટે હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. માહિતી અનુસાર ધરાશાયી થયેલી આ ઇમારત 20 વર્ષ જુની હતી.