શોધખોળ કરો
જમ્મુ-કાશ્મીરમાં બસ ખીણમાં ખાબકતા 17ના મોત, 16 લોકો ઘાયલ

1/3

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં એક મિની બસ ખીણ ખાબકી જતાં 17 લોકોના યાત્રીઓના મોત નીપજ્યા છે. જ્યારે 16 લોકો ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યા અનુસાર ઘટના શુક્રવારે સવારે બની હતી. કેશવાનથી કિશ્તવાડ જઈ રહેલી મિની બસના ચાલકે બસ પરથી અચાનક કાબુ ગુમાવતા બસ ચેનાબ નદીની પાસે 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી.
2/3

તેઓએ જણાવ્યું કે, બસમાં 33થી વધુ યાત્રીઓ સવાર હતા. ગંભીર રીતે ઘવાયેલા આઠ લોકોને હેલીકોપ્ટરની મદદથી જમ્મુમાં દાખલ કરાયા હતા. જેમાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હતું. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને પાંચ-પાંચ લાખ અને ઘાયલોને 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે. એક મહિનામાં આ કિશ્તવાડમાં ત્રીજી મોટી દુર્ઘટના છે.
3/3

બચાવ કાર્યનું નેતૃત્વ કરી રહેલા કિશ્તવાડના વરિષ્ઠ પોલીસ અધિક્ષક રાજિન્દર ગુપ્તાએ જણાવ્યુ કે અત્યાર સુધી 17 લોકોના મોત નીપજ્યા છે. અને 16 લોકો ઘાયલ થયા હોવાની પુષ્ટી થઈ છે.
Published at : 14 Sep 2018 07:15 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
દુનિયા
ગુજરાત
Advertisement
