શોધખોળ કરો
હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી હુડ્ડાના ઘરે CBI ના દરોડા
1/3

સીબીઆઈના દરોડા બાદ શહેરમાં રાજકીય ગરમાવો છે. આ દરોડા બાદ કૉંગ્રેસે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કૉંગ્રેસના નેતા આનંદ શર્માએ કહ્યું, એકપણ એજન્સી કાયદા મુજબ કામ નથી કરી રહી. સીબીઆઈ દ્વારા જે દરોડા પાડવામાં આવ્યા તેની નિંદા કરીએ છીએ. ડરાવવા માટે આ સંદેશ આપવામાં આવી રહ્યા છે. પૂર્વ વિધાનસભા અધ્યક્ષ કુલદીપ શર્માએ આરોપ લગાવ્યો છે કે જીંદ પેટા પેટા ચૂંટણીને લઈને ભાજપ સરકારે આ દરોડા પડાવ્યા છે. આ મામલામાં પૂર્વ મુખ્યમંત્રીને કોઈ લેવડ-દેવડ નથી, માત્ર બદનામ કરવામાં આવી રહ્યા છે.
2/3

શુક્રવારે સવારે સીબીઆઈએ હુડ્ડાના રોહતક સ્થિત ડીપાર્ક નિવાસ સ્થાન પર દરોડા પાડ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી હુડ્ડા તેમના ઘરે હાજર હતા. આ દરમિયાન કોઈને ઘરની અંદર પ્રવેશ કરવાની મંજૂરી નથી આપવામાં આવી.
Published at : 25 Jan 2019 04:49 PM (IST)
Tags :
Cbi-raidView More
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રાઇમ
ક્રિકેટ





















