શોધખોળ કરો
PM મોદી જેવા દેખાતા આ ભાઈ કોંગ્રેસ માટે કરશે પ્રચાર, કહ્યું- નહીં આવે અચ્છે દિન
1/4

નવી દિલ્હીઃ પીએમ મોદી જેવા જ દેખાતા અભિનંદન પાઠક છત્તીગસઢમાં ભાજપ વિરૂદ્ધ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. હેરાનીની વાત એ છે કે, અભિનંદન પાઠક પીએમ મોદી જેવા જ દેખાય છે, ચાલે છે અને બોલે છે. શુક્રવારે પીએમ મોદીના છત્તીસગઢના પ્રવાસ પહેલા કોંગ્રેસે અભિનંદન પાઠકને ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતાર્યા છે.
2/4

મીડિયા અહેવાલ અનુસાર અભિનંદન નક્સલ પ્રભાવિત વિસ્તાર બસ્કરમાં કોંગ્રેસ માટે પ્રચાર કરસે અને સતત નારા લગાવશે કે અચ્છે દિન નહીં આવે. પાછક વિતેલા મહિને જ કોંગ્રેસમાં સામેલ થયા હતા. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાજ બબ્બર પણ હાજર હતા. આ પહેલા અભિનંદન પાઠક રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના સભ્ય હતા અને યૂપીના ઉપાધ્યક્ષ હતા.
Published at : 09 Nov 2018 07:37 AM (IST)
View More























