કાર્યકર્તાઓના આ હંગામા પર પાર્ટી નેતા આર.તિવારીનું કહેવું છે કે, આ કોંગ્રેસના કાર્યકર્તાઓની ભવનાઓ છે, તેને બોલવાનો હક છે. જે લોકો હંગામો કરી રહ્યા હતા, તેમની સાથે પીએલ પુનિયાએ વાત કરી છે. ત્યારબાદ નારાજ કાર્યકર્તાઓ ચાલ્યા ગયા હતા.
4/6
ઉલ્લેખનીય છે કે, આ બેઠક પર રાજ્ય સરકારના મંત્રી વૃજમોહન અગ્રવાલ જીતતા આવ્યા છે. આ જ કારણ છે કે કોંગ્રેસે જાતિગત જોડતોડના હિસાબે જ કન્હૈયા અગ્રવાલને ટિકીટ આપી છે.
5/6
રાયપુર દક્ષિણ બેઠક માટે ઉમેદવારના નામ માટે કોંગ્રેસ સમર્થકોએ ઓફિસમાં તોડફોડ કરી. નારાજ કાર્યકર્તાઓએ ખુરશીઓ સુધી તોડી નાંખી હતી. કાર્યકર્તા રાયપુર દક્ષિણમાં કન્હૈયા અગ્રવાલને ટિકીટ આપવાથી નારાજ છે. માત્ર રાયપુર જ નહીં પણ બિલાસપુરમાં પણ ટિકીટ વહેંચણીને લઇને કોંગ્રેસ કાર્યકર્તાઓએ હંગામો કર્યો હતો.
6/6
નવી દિલ્હીઃ પાંચ રાજ્યોની યાજાનારી વિધાનસભા ચૂંટણી માટે મતદાનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે, રાજકીય પાર્ટીઓમાં ટિકીટ વહેંચણીને લઇને ધમાસાન વધી રહ્યું છે. છત્તીસગઢમાં પણ કંઇક આવો જ નજારો સામે આવ્યો છે. અહીં ટિકીટ વહેંચણી વહેંચણીને લઇને કોંગ્રેસ ઓફિસમાં તોડફોડ અને ધમાલ થઇ ગઇ હતી.