તેને કોઈપણ ગંભીર ઈજા થઈ નથી. અથર્વના ઘરની બાજુમાં એક વૃક્ષ છે. અથર્વ પહેલાં ડાળી પર પડ્યો અને ત્યારબાદ તે જમીન પર પડ્યો હતો. ડાળી પર પડ્યા બાદ તેનો વેગ ધીમો પડતા તેને કોઈપણ ગંભીર ઈજા થઈ નહોતી.
2/6
અથર્વના પરિવારે અથર્વને તાકીદે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો પરંતુ અહીં આવશ્યક સુવિધા ન હોવાથી અથર્વને મુલુંડની ફોર્ટિસ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. તબીબ અનુસાર આટલી ઊંચાઈ પરથી પડ્યો હોવા છતાં અથર્વને હોઠ અને પગ પર મૂઢ માર વાગ્યો છે. તેની તબિયત સ્થિર પર છે.
3/6
અથર્વ બારીમાંથી નીચે પડવાની વાત જાણતાં જ સંપૂર્ણ પરિવાર એક સાથે બિલ્ડિંગની નીચે દોડી ગયો હતો. અથર્વને પોતે નીચે પડ્યો તે વાતની જાણ હતી અને તે ભાનમાં હતો.
4/6
સવારે કપડાં લીધાં બાદ તેઓ બારી બંધ કરવાનું ભૂલી ગયા હતા અને તે જ સમયે અથર્વ રમતાં રમતાં આ બારી પાસે આવ્યો હતો અને નીચે જોવા જતાં બારીમાંથી નીચે પડી ગયો હતો એમ મંગલે જણાવ્યું હતું.
5/6
ગોવંડી પૂર્વના બી.એસ દેવાશી રોડ પર ગોપી કૃષ્ણ ઈમારતમાં ચોથા માળે બારકાડે પરિવારનો ફ્લેટ આવેલો છે. અથર્વના પિતા અજિત, માતા જ્યોતિ, દાદા, દાદી કાકા, કાકી, નાની બહેન એમ સંપૂર્ણ પરિવાર આ ફ્લેટમાં જ રહે છે. અથર્વની દાદી મંગલે કપડાં સુકાવવા માટે લિવિંગ રૂમમાંની સ્લાઈડિંગ બારી ખોલી હતી. આ બારીને ગ્રિલ બેસાડેલી નહોતી.
6/6
મુંબઈ: ગોવંડી ખાતે રહેતા 14 મહિનાના બાળક અથર્વ બારકાડ ગુરુવારે સવારે પોણા નવ વાગ્યે ચોથા માળની બારીમાંથી નીચે પડ્યો હતો. જોકે તેનો ચમત્કારીક બચાવ થયો હતો. અથર્વને કોઈ પણ ઈજા થઈ નહોતી.