શોધખોળ કરો
PM મોદીના અરૂણાચલ પ્રવાસનો ચીને કર્યો વિરોધ, વિદેશ મંત્રાલયે આપ્યો જડબાતોડ જવાબ, જાણો વિગત
1/4

ચીનના વિરોધ પર ભારતીય વિદેશ મંત્રાલયે તરત જવાબ આપ્યો હતો. વિદેશ મંત્રાલયે જવાબમાં કહ્યું હતું કે અરુણાચલ પ્રદેશ રાજ્ય ભારતનું અભિન્ન અને અવિભાજ્ય અંગ છે. ભારતીય નેતા સમય-સમય પર અરુણાચલ પ્રદેશનો પ્રવાસ કરે છે. કારણ કે તે ભારતના અન્ય ભાગોમાં પણ જાય છે. આ વાત ઘણી વખત ચીની પક્ષને બતાવી દેવામાં આવી છે.
2/4

ઇટાનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પૂર્વોત્તરના ત્રણ રાજ્યો આસામ, અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરાના પ્રવાસે છે. મોદીએ અરૂણાચલ પ્રદેશના ઇટાનગરમાં જનસભાને સંબોધી હતી. જેના પર પડોશી દેશ ચીને વિરોધ નોંધાવ્યો છે. ચીનના વિદેશ મંત્રીએ પ્રવાસની ટિકા કરતા કહ્યું હતું કે તે આ ક્ષેત્રમાં ભારતીય નેતાઓના પ્રવાસનો વિરોધ કરે છે. આગામી લોકસભા ચૂંટણીને જોતા પીએમ મોદીએ આજે ઘણા સ્થળે પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે અરુણાચલ પ્રદેશમાં પણ એક જનસભાને સંબોધિત કરી હતી.
Published at : 09 Feb 2019 07:07 PM (IST)
View More





















