માઉન્ટ આબુમાં માઇનસ 1, ફતેહપુરમાં માઇનસ 4.5, ચુરુમાં માઇનસ 0.6 અને ભીલવાડામાં માઇનસ 1 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. પંજાબના ભટિંડામાં તાપમાન માઇનસ 0.8 પર ગગડી ગયું હતું. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત અને મહારાષ્ટ્ર પણ કાતિલ ઠંડીમાં ઠૂંઠવાઇ ગયાં હતકા. મધ્ય પ્રદેશના પંચમઢીમાં પારો 1 ડિગ્રી પર પહોંચ્યો હતો.
2/5
આ ઉપરાંત ઉત્તરાખંડના ઔલીમાં નવેસરથી હિમવર્ષા થઇ હતી. ઝરણાં, નદીઓ અને નાળાઓના પાણી થીજી ગયાં હતા. કાતિલ ઠંડા પવનોએ પંજાબથી લઈને મહારાષ્ટ્ર સુધીના મેદાની રાજ્યોને થથરાવી દીધાં છે. પંજાબ અને રાજસ્થાનના ઘણા શહેરોમાં તાપમાનનો પારો માઇનસમાં ચાલ્યો ગયો છે.
3/5
આ ઉપરાંત તાપમાનનો પારો સતત ગબડતો રહેતા સૌરાષ્ટ્રમાં જનજીવન ઉપર કાતિલ ઠંડી જોવા મળી રહી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી નીચું 1.5 ડિગ્રી જેટલું તાપમાન ગિરનાર પર વહેલી સવારે નોંધાતા ગિરનાર જાણે હિમાલય બની ગયો હોય તેવું લાગી રહ્યું હતું. જૂનાગઢનું 6.5ડિગ્રી જેટલુ નીચુ તાપમાન નોંધાયુ છે.
4/5
સમગ્ર ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. 6 ડિગ્રી સાથે નલિયા ઠુંઠવાયું હતું. અમદાવાદમાં પણ ઠંડા પવનો ફૂંકાયા છે. જેના કારણે અમદાવાદીઓ ઠંડીમાં ઠુંઠવાયા હતા. અમદાવાદ સહિતના અન્ય શહેરોમાં મોર્નિંગ વોકમાં લોકોની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે.
5/5
જમ્મુ-કાશ્મીરથી ઉત્તરપૂર્વના પર્વતીય રાજ્યો અને પંજાબથી મહારાષ્ટ્ર સુધી મેદાની વિસ્તારોમાં કાતિલ શિયાળો જામ્યો છે. શનિવારે રાત્રે જમ્મુ-કાશ્મીરના દ્રાસમાં માઈનસ 21 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. ત્યારે ગુજરાતના અડીને આવેલ માઉન્ટ આબુમાં માઈન 1 ડિગ્રી ઠંડી પહોંચી ગઈ છે.