ડોન ન્યૂઝપેપરે દાવો કર્યો હતો કે ભારતીય સૈનિકોએ સરહદ ક્રોસ કરીને હુમલો કર્યો હતો. પાકિસ્તાની વિદેશ વિભાગે નિંદા કરતા કહ્યુ હતું કે, બંન્ને દેશો સંબંધોને યોગ્ય દિશામાં વાળી રહ્યા છે ત્યારે આ ઘટના બની છે. પરંતુ ભારતીય આર્મીએ પાકિસ્તાની સૈનિકોએ સીઝફાયરનો ઉલ્લંઘન કર્યાનો દાવો કર્યો હતો. વર્ષ 2014માં 13 જાન્યુઆરીના રોજ તત્કાલિન ભારતીય સૈન્ય વડા બિક્રમસિંહે કહ્યુ હતું કે, ભારતીય સૈન્યએ એલઓસી પર 10 પાકિસ્તાની સૈનિકોને ઠાર મારી પાકિસ્તાનને જોરદાર વળતો હુમલો આપ્યો છે.
2/5
ભારતીય આર્મીના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ જે.એસ.બરારે દાવો કર્યો હતો કે, 30 ઓગસ્ટ,2011ના રોજ પાકિસ્તાને કેરાન સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. જેને ભારતીય સૈનિકોએ નિષ્ફળ બનાવ્યો હતો. વર્ષ 2013માં 28,જૂલાઇના રોજ એક અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતું કે ઓચિંતા હુમલામાં એક પાકિસ્તાની સૈનિક ઠાર મરાયો હતો અને અન્ય કેટલાક ઇજાગ્રસ્ત થયા હતા.
3/5
વર્ષ 2011માં કુપવાડા જિલ્લામાં લાઇન ઓફ કંન્ટ્રોલ પર 30,ઓગસ્ટ અને 1,સપ્ટેમ્બર વચ્ચે બંન્ને વચ્ચે થયેલી ફાયરિંગમાં પાંચ ભારતીય અને ત્રણ પાકિસ્તાની સૈનિકો શહીદ થયા હતા. બંન્ને દેશોએ એકબીજા પર યુદ્ધ શરૂ થયાનો આરોપ લગાવ્યો હતો. પાકિસ્તાની મીડિયાએ રિપોર્ટ્સમાં દાવો કર્યો હતો કે પીઓકેમાં નીલમ વેલીમાં પાકિસ્તાની ચેકપોઇન્ટ્સ પર ભારતીય સૈનિકોએ ગોળીબાર કર્યા બાદ ફાયરિંગ શરૂ થયું હતું. પાકિસ્તાન ઇન્ટર સર્વિલ પબ્લિક રિલેશનના પ્રવક્તા મેજર જનરલ અથર અબ્બાસે ઘટનાનો ઉલ્લેખ કરી જણાવ્યુ હતું કે આ ઓચિંતો હુમલો હતો. ખરાબ હવામાનને કારણે ત્રણ સૈનિકો રસ્તો ભૂલી ગયા હતા. 24 કલાકની શોધખોળ બાદ તેમના મૃતદેહ હાથ લાગ્યા હતા.
4/5
કોગ્રેસે પોતાના દાવાને સાબિત કરવા માટે જણાવ્યુ હતું કે યુપીએ સરકારના બીજા કાર્યકાળ દરમિયાન 1,સપ્ટેમ્બર, 2011, 28,જૂલાઇ 2013 અને 14,જાન્યુઆરી, 2014ના રોજ ભારતીય સૈન્યએ સર્જીકલ સ્ટ્રાઇક કર્યું હતું પરંતુ તેમણે ક્યારેય પોતાનો પ્રચાર કર્યો નથી.
5/5
નવી દિલ્લીઃ ભારતીય સૈન્ય દ્ધારા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઘૂસીને આતંકવાદીઓ પર સર્જીકલ સ્ટ્રાઇલ ક્યા બાદ સમગ્ર દેશમાં મોદી સરકારની ભરપૂર પ્રશંસા થઇ રહી છે ત્યારે કોગ્રેસ અને આપ સહિતના કેટલાક વિરોધી પક્ષ દ્ધારા સૈન્યની કાર્યવાહી પર શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોગ્રેસે દાવો કર્યો હતો કે યુપીએ સરકારે બીજા કાર્યકાળ દરમિયાન મોદી સરકારની જેમ સર્જીકલ સ્ટ્રાઇક કરીને આતંકવાદીઓને સફાયો કર્યો હતો પરંતુ મોદી સરકારની જેમ સૈન્ય કાર્યવાહીની પબ્લિસીટી કરી નહોતી.