દિલ્હી હાઈકોર્ટે ઓનલાઈન દવાઓના વેચાણ ઉપર દેશમાં પ્રતિબંધ લગાવી દીધો છે. દિલ્હી હાઈકોર્ટે એક અરજી પર સુનાવણી કરતાં આદેશ આપ્યો છે કે, દિલ્હી સરકાર બોર્ડ દ્વારા લગાવવામાં આવતા પ્રતિબંધને કડક રીતે લાગુ કરવામાં આવે. અરજી વિશે સુનાવણી કરતા હાઈકોર્ટે કહ્યું છે કે, લોકોના સ્વાસ્થય સાથે કોઈ ચેડા ન થવા જોઈએ અને આ પ્રતિબંધ તુરંત લાગુ કરવાની જરૂર છે.
2/3
હાઈકોર્ટમાં અરજી કરનારે જણાવ્યું છે કે, નિયમોને બાજુમાં મુકીને રોજ લાખોની સંખ્યામાં ઓનલાઈન દવાઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ઓનલાઈન દવાઓને ડોક્ટરના પ્રિસક્રિપ્શન વગર વેચવામાં આવી રહી છે. એ પ્રકારની દવાઓ વેચવામાં આવી રહી છે કે જે ડૉક્ટરની સલાહ વગર નથી મળી શકતી. એટલે સુધી કે લોકોના એક ઈ-મેલથી પણ ગ્રાહકોના ઘરે દવાઓ મોકલવામાં આવી રહી છે.
3/3
નવી દિલ્હી: દેશભરમાં ઓનલાઈન દવાઓના વેચાણને લઈને દિલ્હી હાઈકોર્ટે કેંદ્ર અને દિલ્હી સરકારને આદેશ આપ્યા છે કે તેના પર ઝડપથી રોક લગાવવામાં આવે. દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રાજેંદ્ર મોહન અને જસ્ટિસ વીકે રાવની બેન્ચે એક પીઆઈએલ પર સુનાવણી કરતા આ આદેશ જાહેર કર્યો છે.