ક્લીન નોટ પોલિસીના હેતુને ધ્યાનમાં રાખવા અને સામાન્ય લોકોની રૂ.100ની નોટોની જરૂરીયાતને પૂરી કરી શકાય તે માટે બેન્કોએ રીટેલ ઉપયોગ માટે વિસ્તૃત રીતે ઉપયોગમાં લેવાતા ATMs મારફત રૂ.100ની બેન્કનોટોનો ફ્લો વધારવો જોઇએ.
2/5
આરબીઆઇએ પોતાના આ સરક્યુલરમાં 5 મે, 2016ના સરક્યુલરના રેફરન્સમાં `ક્લીન નોટ પોલિસી'ના હેતુ માટે બેન્કોએ 100 રૂપિયાની ચલણી નોટો લોકોને મળી રહે તે માટે નવા એટીએમ સ્થાપવા બેન્કોને જણાવ્યુ હતું.
3/5
રિઝર્વ બેન્કના અગાઉના બે સરક્યુલરોમાં એવા નિર્દેશ મળે છે કે તેણે સામાન્ય લોકોને મુશ્કેલી ન પડે તે માટે 100 રૂપિયાની ચલણી નોટોનું સરક્યુલેશન વધારવા નવા એટીએમ બેસાડવા અને હયાત એટીએમને માટે સક્ષમ કરવા બેન્કોના ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર્સ અને સીઇઓને 5 મે, 2016ના સરક્યુલરમાં જણાવ્યું હતું. પરંતુ બેન્કોએ તેનો અમલ કર્યો ન હતો. તેથી તેને રીમાઇન્ડ કરવા 2 નવેમ્બરના રોજ ફરીવાર એક સરક્યુલર મોકલીને 15 દિવસમાં એક પાઇલોટ પ્રોજેક્ટ તરીકે 10 ટકા ATMsને કેલિબરેટ કરવા જણાવ્યું હતું.
4/5
નવી દિલ્લીઃ 500 અને 1000 રૂપિયાની જૂની નોટ પર પ્રતિબંધ લગાવ્યાના 10 દિવસ બાદ પણ બેન્કોની આગળ લોકોની લાઇનમાં ઘટાડો થઇ રહ્યો નથી. વિરોધ પક્ષો આરોપ લગાવી રહ્યા છે કે મોદી સરકારને કાંઇ પણ આયોજન અને વિચાર્યા વિના જ નોટબંદીનો નિર્ણય લઇ લીધો છે જેથી લોકો પરેશાન થઇ રહ્યા છે. મોટા ભાગના લોકો માને છે કે આવો નિર્ણય કરવા પાછળ સરકારે અગાઉથી એવું આયોજન કરવું જોઇએ કે જેથી સામાન્ય પ્રજાને હાડમારી વેઠવી ન પડે. પરંતુ આરબીઆઇએ સરકારના નોટબંધીના પગલા અગાઉ બેન્કોને 100 રૂપિયાની ચલણી નોટોનો ફ્લો વધારવાનો આદેશ આપ્યો હતો તે કાંઇ અલગ જ સંકેત આપે છે.
5/5
આરબીઆઇએ જણાવ્ચું કે આ દિશામાં બેન્કોને પ્રોત્સાહિત કરવા એક પાઇલોટ પ્રોજેક્ટ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે જેમાં દેશના 10% ATMsને ખાસ 100 રૂપિયાનો બેન્કનોટો વહેંચવા માટે કેલિબરેટ કરવામાં આવશે. તેથી આ વ્યવસ્થાને સરળ બનાવવા તમે તમારા 10% ATMs કેલિબરેટ કરવાની સલાહ છે.