કેજરીવાલે પોતાના સંબોધનમાં કહ્યું મુખ્ય રીતે ખેડૂતોની ત્રણ માંગ છે. પ્રથમ તેનું દેણું માફ કરવામાં આવે, બીજી તેમને પુરતા ભાવ મળે, ત્રીજી તેમનો પાક નિષ્ફળ જાય તો યોગ્ય વળતર મળે નહી કે વિમાના નામે છેતરપિંડી થાય. આ સાથે જ કેજરીવાલે સ્વામીનાથન રિપોર્ટ ભલામણ લાગૂ કરવાની વાત કરી હતી. કેજરીવાલે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું, તેમણે ખેડૂતોની પીઠ પાછળ છરો ધુસાડ્યો છે. કેજરીવાલે કહ્યું, ખેડૂતો અને જવાનો બંને પીએમ મોદીથી દુખી છે.
2/5
જંતરમંતર પર કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, કોઈ સરકાર ખેડૂતોનું અપમાન કરશે. દેશના યુવાઓને બદનામ કરશે તો જનતા તેને હટાવીને રહેશે. દેશના ખેડૂતોની જે માંગ હશે અમે તે કરીશું. રાહુલ ગાંધીએ કહ્યું, હિન્દુસ્તાનની સરકાર ખેડૂતો અને યુવાઓનું કામ જ્યાં સુધી નહી કરે ત્યાં સુધી કઈ નહી થાય. કોઈ સરકાર ખેડૂતો અને યુવાઓનું અપમાન કરશે તો તેને હટાવી દેવામાં આવશે.
3/5
રાહુલ ગાંધીએ કહ્યું, છેલ્લા સાડા ચાર વર્ષમાં મોદી સરકારે 15 લોકોનું સાડા ત્રણ લાખ કરોડનું દેણું માફ કર્યું છે. જો 15 ઉદ્યોગપતિઓનું દેણું માફ કરવામાં આવી શકે છે તો ખેડૂતોનું દેણું પણ માફ કરી શકાય છે.
4/5
ખેડૂત રેલીમાં વિપક્ષી એકતા જોવા મળી હતી. કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, કેજરીવાલ, સિતારામ યેચૂરી, શરદ યાદવ, ફારૂક અબ્દુલ્લા સહિતના નેતાઓ એકમંચ પર જોવા મળ્યા હતા. અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમિતિના બેનર હેઠળ લગભગ 200 ખેડૂત સંગઠનો, રાજકીય પક્ષો અન્ય સામાજિક સંગઠનો ખેડૂતોની માંગનુ સમર્થન કરતાં આ આંદોલનમાં જોડાયા છે.
5/5
નવી દિલ્હી: દેવા માફ કરવા અને પાકને ટેકાના ભાવ યોગ્ય રીતે આપવા માટે દિલ્હીમાં હજારોની સંખ્યામાં ખેડૂતો ભેગા થયા છે. ખેડૂત આંદોલનમાં ખેડૂતોની સાથે ડૉક્ટર, વકીલ, પૂર્વ સૈનિક, વેપારીઓ અને વિદ્યાર્થીઓ પણ જોડાયા છે. સાથે સાથે ખેડૂતો રામલીલા મેદાનથી સંસદ માર્ગ સુધી આક્રોશ રેલી કરીને માર્ચ કરી હતી.