શોધખોળ કરો

Launched: લૉન્ચ થયો Poco નો સસ્તો પણ ધાંસૂ સ્માર્ટફોન, જાણો ફિચર્સ અને કિંમત

Poco M7 Pro 5G Launched: આ સ્માર્ટફોનના કેમેરા સેટઅપ વિશે વાત કરીએ તો, કંપનીએ 50 મેગાપિક્સલ Sony LYT-600 OIS પ્રાઈમરી કેમેરા સાથે ડ્યૂઅલ કેમેરા સેટઅપ આપ્યું છે

Poco M7 Pro 5G Launched: સ્માર્ટફોન ઉત્પાદક પોકોએ આજે ​​તેનો બજેટ-ફ્રેન્ડલી સ્માર્ટફોન બજારમાં લૉન્ચ કર્યો છે. ખરેખર, કંપનીએ આજે ​​Poco M7 Pro 5G લૉન્ચ કર્યો છે. આ સાથે કંપનીએ Poco C75 પણ લૉન્ચ કર્યો છે. આ બંને સ્માર્ટફોનને બજેટ રેન્જમાં લૉન્ચ કરવામાં આવ્યા છે. આની સાથે તેમાં ઘણા શાનદાર ફિચર્સ પણ છે. ચાલો જાણીએ સ્માર્ટફોનના ફિચર્સ વિશે.

Poco M7 Pro 5G Specifications - 
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે Poco M7 Pro 5Gમાં 6.67 ઈંચની ફૂલ HD+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિસ્પ્લે 120Hz ના રિફ્રેશ રેટને સપૉર્ટ કરે છે. સાથે જ કંપનીએ ડિસ્પ્લે માટે કૉર્નિંગ ગૉરિલ્લા ગ્લાસ 5 પ્રૉટેક્શન આપ્યું છે. એટલું જ નહીં, કંપનીના જણાવ્યા અનુસાર, આ સ્માર્ટફોનને TUV ત્રિપલ સર્ટિફિકેશન અને SGS આઈ કેર ડિસ્પ્લે સર્ટિફિકેશન પણ મળ્યું છે. આ ફોન MediaTek ડાયમેન્શન 7025 અલ્ટ્રા પ્રૉસેસરથી સજ્જ છે. આ ઉપરાંત તેમાં 16GB સુધીની રેમ પણ આપવામાં આવી છે.

કેમેરા સેટઅપ 
આ સ્માર્ટફોનના કેમેરા સેટઅપ વિશે વાત કરીએ તો, કંપનીએ 50 મેગાપિક્સલ Sony LYT-600 OIS પ્રાઈમરી કેમેરા સાથે ડ્યૂઅલ કેમેરા સેટઅપ આપ્યું છે. સેલ્ફી અને વીડિયો કૉલ્સ માટે ડિવાઇસમાં 20-મેગાપિક્સલનો ફ્રન્ટ કૅમેરો છે. આ સાથે ફોનમાં મલ્ટી ફ્રેમ નૉઈઝ રિડક્શન અને ફૉર ઈન વન પિક્સેલ બ્લરિંગ ફિચર પણ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનને 300 ટકા સુપર વૉલ્યૂમ સાથે રજૂ કરવામાં આવ્યો છે. વળી, ઉપકરણમાં ડૉલ્બી એટમૉસ, ડ્યૂઅલ સ્ટીરિયો સ્પીકર્સ, 3.5mm હેડફોન જેક અને ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર જેવી સુવિધાઓ પણ જોવા મળશે.

કિંમત અને ફિચર્સ 
Poco M7 Pro 5G ની કિંમત વિશે વાત કરીએ તો, આ ફોનની શરૂઆતની કિંમત 13999 રૂપિયા રાખવામાં આવી છે. કંપનીની ઓફિશિયલ વેબસાઈટ સિવાય તમે આ સ્માર્ટફોનને ઈ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પરથી પણ ખરીદી શકો છો. ફોનના 6GB + 128GB વેરિઅન્ટની કિંમત 13999 રૂપિયા છે. જ્યારે તેના 8GB + 255GB વેરિઅન્ટની કિંમત 15999 રૂપિયા રાખવામાં આવી છે.

POCO C75 5G પણ થયો લૉન્ચ 
કંપનીએ બજારમાં POCO C75 5G પણ લૉન્ચ કર્યો છે. કંપનીએ આ સ્માર્ટફોનમાં Snapdragon 4s Gen 2 ચિપસેટ પ્રૉસેસર આપ્યું છે. ઉપરાંત, આ ફોન 8GB રેમ સાથે આવે છે. ફોનના સ્ટૉરેજને પણ 1TB સુધી વધારી શકાય છે. આ ફોનમાં 6.88 ઇંચની HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિસ્પ્લે 120Hz ના રિફ્રેશ રેટને સપૉર્ટ કરે છે.

કેમેરા સેટઅપ 
આ ફોનના કેમેરા સેટઅપની વાત કરીએ તો POCO C75 5Gમાં 50MP પ્રાઈમરી કેમેરા આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ફોનમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે. પાવર માટે સ્માર્ટફોનમાં 5,160mAhની પાવરફૂલ બેટરી આપવામાં આવી છે. આ બેટરી 18W ફાસ્ટ ચાર્જિંગને પણ સપૉર્ટ કરે છે. POCO C75 5G Android 14 પર આધારિત Xiaomiની HyperOS ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.

આ સ્માર્ટફોનના 4GB + 64GB વેરિઅન્ટની કિંમત 7999 રૂપિયા રાખવામાં આવી છે.

આ પણ વાંચો

1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Embed widget