શીલા દિક્ષિત પંચતત્વમાં વિલિન, અંતિમ સંસ્કારમાં સામેલ થયા અમિત શાહ અને કોંગ્રેસના મોટા નેતાઓ
LIVE
Background
નવી દિલ્હીઃ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના સીનિયર નેતા શીલા દીક્ષિતનું શનિવારે નિધન થયુ હતું. આજે બપોરે અઢી વાગ્યે રાજધાનીના નિગમબોધ ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ અગાઉ સવારે સાડા અગિયાર વાગ્યે તેમના પાર્થિવ દેહને તેમની બહેનના ઘરથી કોગ્રેસની ઓફિસ સુધી લઇ જવામાં આવશે જે 12:15 વાગ્યા સુધી પહોંચશે. અહીં કોગ્રેસ નેતા અને અન્ય લોકો શીલા દીક્ષિતને શ્રદ્ધાંજલિ આપશે. પાર્થિવ શરીરને બપોરે દોઢ વાગ્યા સુધી કોગ્રેસની ઓફિસમાં રાખવામાં આવશે. ત્યારબાદ અહીથી પાર્થિવ શરીરને નિગમબોધ ઘાટ લઇ જવામાં આવશે.
દિલ્હી સરકારના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના નિધન પર બે દિવસનો રાજકીય શોક જાહેર કરાયો છે. શીલા 81 વર્ષની હતી. તે છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. શીલા 1998થી 2013 વચ્ચે 15 વર્ષો સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા હતા. શીલા દીક્ષિતનો જન્મ 31 માર્ચ 1938ના રોજ પંજાબના કપૂરથલામાં થયો હતો. તેમણે દિલ્હીની કોન્વેટ ઓફ જીસસ એન્ડ મેરી સ્કૂલમાં અભ્યાસ કર્યો અને દિલ્હી યુનિવર્સિટીની મિરાન્ડા હાઉસ કોલેજમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યુ હતું. તેઓ 1984થી 1989 સુધી ઉત્તર પ્રદેશના કન્નોજથી સાંસદ રહ્યા બાદમા દિલ્હીની રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો.