લખનઉઃ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી ઉત્તર પ્રદેશમાં આગામી લોકસભાની ચૂંટણી સાથે મળીને લડશે. શનિવારે બંન્ને પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને માયાવતીએ પ્રેસ કોન્ફરન્સ કરી તેની જાહેરાત કરી હતી. આ દરમિયાન બંન્ને ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર નિશાન સાધ્યું હતું. માયાવતીએ કહ્યું કે, આ ગુરુ ચેલાની (નરેન્દ્ર મોદી અને અમિત શાહ) ઉંઘ ઉડાવનારી મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે. દરમિયાન અખિલેશ યાદવને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે શું તેઓ માયાવતીને વડાપ્રધાનના ઉમેદવાર તરીકે પોતાનું સમર્થન આપશે તો તેના પર અખિલેશ યાદવે કહ્યું કે, તે ઉત્તરપ્રદેશમાંથી કોઇને વડાપ્રધાન બનાવવાના વિચારનું સમર્થન કરે છે. અખિલેશ આ જવાબ આપી આડકતરી રીતે રાહુલ ગાંધીને પણ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે સમર્થન આપ્યું હતું કારણ કે રાહુલ ગાંધી ઉત્તરપ્રદેશની અમેઠી બેઠક પરથી સાંસદ છે.
3/4
દરમિયાન માયાવતીએ 1995ના ગેસ્ટ હાઉસ કાંડનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે, ભાજપને હરાવવા અને દેશ હિતમાં તેમણે જૂની વાતોને પાછળ છોડવાનો નિર્ણય કર્યો છે. ભાજપ અને કોગ્રેસ બંન્નેની એક જ નીતિ છે. કોગ્રેસે દેશમા ઇમરજન્સી લગાવી, બોર્ફોર્સમાં કોગ્રેસની સરકાર ગઇ, રાફેલમાં ભાજપની સરકાર જશે. ભાજપ જાતિવાદી અને સાંપ્રદાયિક છે. જનવિરોધી પાર્ટીને સત્તામાં આવતી રોકીશું. ભાજપ સરકારી મશીનરી દુરુપયોગ કરી રહી છે. માયાવતીએ કહ્યું કે, જો ભાજપ ઇવીએમમાં ગરબડ નહી કરે અને રામ મંદિરના મુદ્દાથી ધાર્મિક ભાવનાઓને ઉકસાવશે નહી તો ભાજપ એન્ડ કંપનીને અમે સત્તામા આવતી રોકી શકીશું. નોંધનીય છે કે ઉત્તરપ્રદેશની 80 લોકસભા બેઠકમાંથી સપા અને બસપા 38-38 બેઠકો પર ચૂંટણી લડશે. જ્યારે બે બેઠકો અન્ય પક્ષો માટે છે અને રાયબરેલી અને અમેઠી બેઠકો કોગ્રેસ માટે છોડી દીધી છે.
4/4
માયાવતીના વખાણ કરતા અખિલેશ યાદવે કહ્યું કે, તે આ ગઠબંધન માટે બે પગલા પાછળ હટવા માટે તૈયાર છે પરંતુ બસપા પ્રમુખે તેને સન્માન આપ્યું છે. આ માટે તે માયાવતીનો આભાર માને છે. સપાના તમામ કાર્યકર્તાઓ સમજી લે કે માયાવતીજીનું અપમાન મારું અપમાન છે. ભારત માતાનો દીકરો એવું કરે છે તો તે ખોટું છે.