કેન્દ્રીય મંત્રી પીયુષ ગોઈલ કાઉન્સિલની બેઠક બાદ માહિતી આપી હતી કે સેનિટરી નેપ્કિનને જીએસમાંથી મુક્તિ અપાશે. હાલ સેનિટરી નેપ્કિન પર 12 ટકા જીએસટી લાગુ પડે છે. સરકાર દ્વારા જાહેરાત બાદ તે શૂન્ય ટકાની શ્રેણીમાં આવી જશે.
2/4
કેન્દ્ર સરકારે આખરે દેશની મહિલાઓની લાંબા સમયની માગને સ્વીકારી લીધી છે. શનિવારે દિલ્હીમાં જીએસટી કાઉન્સિલની બેઠકમાં સેનિટરી નેપ્કિનને જીએસટીમાંથી મુક્તિ આપી દેવામાં આવી છે.
3/4
નવી દિલ્હી: જીએસટી કાઉન્સિલની શનિવારે યોજાયેલી 28મી બેઠકમાં કેટલીક મહત્વની વસ્તુઓ પર જીએસટી દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ બેઠકમાં જીએસટી કાઉન્સિલે મોટો નિર્ણય કર્યો છે, જેના બાદ હોમ એપલાયન્સેજ પર લગાવવામાં આવેલ 28 ટકા જીએસટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
4/4
આ બેઠકમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેમાં 1) સેનિટરી નેપ્કિન, 2) પથ્થર, 3) માર્બલ અથવા લાડકાની મૂર્તિઓ, 4) કિંમતી ધાતૂ વિનાની રાખડી, 5) ઝાડૂ બનાવવાનાં રો મટીરિયલ, 6) આરબીઆઈ અથવા સરકાર દ્વારા જારી કરાંતા સ્મૃતિચિહ્નરૂપ સિક્કા, 7) સાલનાં પાંદડાં અને ફોર્ટિફાઈડ મિલ્કને જીએસટીમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે.