શોધખોળ કરો
હરિયાણાની જાણીતી સિંગરે ફેસબુક લાઇવ કરીને કર્યો આપઘાતનો પ્રયાસ, જાણો વિગત
1/4

નવી દિલ્હીઃ હરિયાણાની જાણીતી સિંગર અને ડાંસર અનામિકા બાવાએ ઉંદર મારવાની દવા પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. જે બાદ તેને હિસારની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર બાદ તેને રજા આપી દેવામાં આવી છે. અનામિકાએ પતિ સાથે ચાલતા વિવાદ બાદ આ પગલું ભર્યું હતું.
2/4

અનામિકાનો આરોપ છે કે તેના પતિ શેખરનું એક મહિલા સાથે અફેર છે. આ મહિલા મને અનેક વખત ફોન કરીને પતિને તલાક આપવાની વાત કરે છે. થોડા દિવસો પહેલા અનામિકાએ પતિ સાથે જન્મદિવસ પર કેક કાપતો વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે જણાવ્યું કે, તે બેંગલરુમાં બાર ડાન્સર છે અને બંનેની મિત્રતા ફેસબુક દ્વારા થઈ હતી. જે બાદ ચેટિંગ કરતા કરતા બંને નજીક આવી ગયા છે. આ મહિલાએ મને ખૂબ પરેશાન કરી છે.
Published at : 31 Dec 2018 03:47 PM (IST)
View More





















