શોધખોળ કરો
‘આ વરરાજા વગરનો ઘોડો, ક્યાં સુધી જશે તે નક્કી નહીં’ આવું ભાજપના કયા દિગ્ગજ નેતાએ કહ્યું? જાણો વિગત
1/3

શિવરાજ સિંહે કહ્યું હતું કે, કોઈ કહે છે ‘અબકી બાર રાહુલની સરકાર’, તો કોઈ ‘અબકી બાર મમતા સરકાર’નાં નારા લગાવી રહ્યું છે. આ ઉપરાંત કોઈ આંધ્રમાંથી કહે છે કે ‘અબકી બાર બાબુ સરકાર’. આ તમામ મોદીથી પરેશાન છે.
2/3

શિવરાજ સિંહે કહ્યું હતું કે, સામે વાળી સેનામાં સેનાપતિનું કોઈ ઠેકાણું નથી અને જાન તૈયાર છે. વર વિનાની જાન તૈયાર થઈ રહી છે. પૂર્વ મુખ્યમંત્રીએ મમતાની રેલીનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, ગઠબંધન કાર્યક્રમમાં 22 પાર્ટીઓ હાજર રહી હતી. આ તમામ ભાજપ અને મોદીના પુરથી બચવા માટે એક જ ઝાડ પર ચઢી ગયા છે. આ ઉપરાંત તેમણી જાન તૈયાર થઈ ગઈ છે પણ વરરાજા કોણ હશે તેનું કોઈ જ ઠેકાણું નથી.
3/3

નવી દિલ્હીઃ રવિવારે ભાજપ દ્વારા દિલ્હીનાં રામલીલા મેદાનમાં યુવા વિજય સંકલ્પ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દરમિયાન મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આગામી લોકસભાની ચૂંટણી માટે વિપક્ષ દ્વારા કરાયેલા ગઠબંધનને વર વિનાની જાન કહ્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે, આ ગઠબંધન ક્યા સુધી ટકી રહેશે તેનું કોઈ જ ઠેકાણું નથી.
Published at : 21 Jan 2019 09:00 AM (IST)
Tags :
NDA GovernmentView More





















