પંજાબ વિધાનસભામાં આ બીલ રજૂ કરનારા રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી બ્રહ્મ મોહિંદ્રાએ કહ્યું, પંજાબમાં હુક્કા-શીશા ધુમ્રપાનની એક નવી પ્રવૃતિ ચાલી રહી છે અને દિવસે-દિવસે વધી રહી છે. જે બાર રેસ્ટોરન્ટ, હોટલો અને ક્લબોમાં ખુલી રહ્યું છે. લગ્ન પ્રસંગોમાં પણ હુક્કા આપવામાં આવે છે. મોહિંદ્રાએ કહ્યું, હુક્કામાં સૌથી હાનિકારક નિકોટિન છે, જેને કેંસરકારીના રૂપમાં ઓળખવામાં આવે છે.
2/3
ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે રાષ્ટ્રપતિએ સિગરેટ અને અન્ય તંબાકુ ઉત્પાદક વિધેયક, 2018ને હાલમાં જ મંજૂરી આપી દિધી છે. પંજાબ વિધાનસભાએ માર્ચમાં આ બીલ રજૂ કર્યું હતું. આ કાનૂન લાવવાનું કારણ જુદી જુદી રીતે તંબાકુના ઉપયોગ પર અંકુશ લગાવવાનો અને તંબાકુ ઉત્પાદનોના સેવનથી ઉત્તપન્ન બીમારીઓ પર રોક લગાવવાનું છે. એક અધિકારીએ જણાવ્યું કે પંજાબના બારોમાં માદક પદાર્થના ઉપયોગની ફરિયાદ મળી હતી.
3/3
ચંદીગઢ: પંજાબમાં તંબાકુના ઉપયોગ પર પ્રતિબંધિત વિધેયકને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી મળ્યા બાદ રાજ્યના હુક્કા બાર પર બેન લગાવવામાં આવ્યો છે. દેશમાં ગુજરાત અને મહારાષ્ટ્ર બાદ પંજાબ હુક્કા બાર અને લોંજ પર પ્રતિબંધ કરનાર ત્રીજુ રાજ્ય બની ગયું છે.