નવી દિલ્લીઃ દેશના 80 ટકા લોકો બેંકો અને ATM બહાર નોટો બદલા માટે લાઇનમાં ઉભા રહીને તકલીફ વેઠી રહ્યા છે. તેમાના ઘણાના ઘરે લગ્ન પ્રસંગ પણ છે. જે સરકારના નોટ બંધને લીધે મુશ્કેલીમાં મુકાય ગયા છે. આ કરન્સી ક્રાઇસિસ વચ્ચે દેશના સૌથી મોઘા લગ્ન સમારોહ ચર્ચાનું કારણ બન્યું છે. બીજેપીના નેતાઓને આ લગ્ન સમારોહથી દૂર રહેવા માટે કહવામાં આવ્યું હતું.
2/7
3/7
4/7
કર્ણાટકના પૂર્વ મંત્રી જી જનાર્દન રેડ્ડીની દીકરીના બુધવારે પેલેસ ગ્રાઉન્ડમાં ભવ્ય લગ્ન થયા હતા. આ સાથે જ પાંચ દિવસથી ચાલતો લગ્ન સમારંભ પૂરો થયો હતો. દેશમાં 500 અને 1000ની જૂની નોટો બંધ થયા બાદ ઉભી થયેલી કરન્સી ક્રાઈસિસ વચ્ચે લગ્નમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાના કારણે લગ્ન ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. આ ભવ્ય લગ્ન સમારંભમાં કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા સહિત પ્રદેશ ભાજપના ટોચના નેતા હાજર રહ્યા હતા. ખર્ચનો અંદાજ મેળવવા માટે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ઓળખ છૂપાવીને પહોંચ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
5/7
6/7
લગ્ન સમારંભમાં આશરે 50,000 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. લગ્નમાં ઉપયોગમાં લેવામાં આવેલા વાસણ સોના અને ચાંદીના હતા. આયોજન સ્થળ પર તમામ જગ્યાએ એસી લાગેલા હતા.
7/7
બ્રાહ્મણીના લગ્નમાં કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા, ગૃહમંત્રી જી પરમેશ્વર, ઉર્જા મંત્રી ડી કે શિવ કુમાર, પરિવહન મંત્રી રામલિંગ રેડ્ડી, ભાજપના પ્રદેશ અધ્યક્ષ બી એસ યેદયુરપ્પા જેવા મોટા નેતાઓ સામેલ થયા હતા. આ ઉપરાંત લગ્ન સમારંભમા કન્નડ અને તેલુગુ ફિલ્મ જગતની અનેક હસ્તિઓએ હાજરી આપી હતી.