રેલવેએ ‘શાકાહાર દિવસ’ મનાવવા ઉપરાંત સાબરમતીથી ગાંધીજીથી જોડાયેલા વિવિધ સ્ટેશનો માટે સ્વચ્છતા એક્સપ્રેસ, અને ડાંડી માર્ચના ઉપલક્ષ્યમાં 12 માર્ચે સાબરમતીથી એક વિશેષ નમક રેલ ચલાવવાની યોજના બનાવી છે.
2/3
નવી દિલ્લી: આ વખતે 2 ઓક્ટોબર ગાંધી જયંતીના દિવસે તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હોય તો બની શકે કે તમને માંસાહારી ખાવાનું પીરસવામાં નહી આવે. રેલવે દ્વારા તૈયાર કરવામાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે રેલવે બોર્ડે એક પ્રસ્તાવ રજૂ કર્યો છે જેમાં 2 ઓક્ટોબર 2018,2019 અને 2020ને રેલવે પરિસરોમાં યાત્રીઓને માંસાહારી ખાવાનું પીરસવામાં આવશે નહીં. કેન્દ્ર સરકારે 2020માં મહાત્મા ગાંધીની 150મી જયંતિ પર વિશેષ સમારોહ ઊજવવાની યોજના બનાવી છે.
3/3
રેલવેએ મહાત્મા ગાંધીની વોટરમાર્ક તસ્વીર સાથે ટિકીટો પણ જારી કરવાની યોજના બનાવી છે. રેલવે બોર્ડના પ્રમાણે એના માટે સંસ્કૃતિ મંત્રાલયથી મંજૂરીની જરૂર પડશે કારણ કે એ વિશેષ સ્મારક જારી કરનારી નોડલ મંત્રાલય છે.