આ સમગ્ર પ્રક્રિયા માટે સૌથી પહેલા ટ્રાફિન નિયમો તોડાનારા જેવા કે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ, ઓવર સ્પીડિંગ અથવા અન્ય નિયમો તોડવા પર મેમોના આધારે વ્યક્તિની સિલેક્ટ કરવામાં આવશે અને પછી તેને પરિવાર સહિત પોલીસ સ્ટેશન બોલાવામાં આવશે. કાઉન્સેલિંગ બાદ તેને પરિવાર સામે જ શપથ લેવડાવાશે કે તે હવેથી ટ્રાફિકના નિયમોનું પાલન કરે.
2/4
ડીઆઈજી મુજબ ઈન્દોરના પિપલિયાહાનામાં ટ્રાફિક કાઉન્સેલિંગનો સેટ-અપ બનાવાયો છે, જ્યાં ટ્રાફિન નિયમો તોડનારા અને પરિવારના સભ્યોને અલગ-અલગ અકસ્માતની તસવીરો અને તેમાં થનારી ઘટનામાં મૃત્યુના આંકડા તથા વીડિયો બતાવાશે અને અકસ્માત પર બનેલી શોર્ટ ફિલ્મ પણ બતાવવામાં આવશે. જોકે તેનો હેતૂ પરિવારને ડરાવવાનો નહીં, પરંતુ તેઓ પોતાના પરિજનને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સમજાવે તેવો છે.
3/4
નોંધનીય છે કે, આ સમગ્ર અભિયાન એવા લોકોને સુધારવા માટે શરૂ કરવામાં આવી રહ્યું છે જે ટ્રાફિક નિયમો તોડતા પકડાય છે અને દંડ ભરી દે છે. પરંતુ ફરીથી સુધરવાને બદલે ટ્રાફિક નિયમો તોડે છે. પોતાની સાથે અન્ય લોકોનું જીવન પણ જોખમમાં મુકે છે.
4/4
નવી દિલ્હીઃ જો તમે ઇન્દોરમાં રહો છો અને ગાડી ચલાવો છો તો હવે તમારે સાવધાન થઈ જવાની જરૂર છે, કારણ કે હવે ટ્રાફિકના નિયમ તોડવા પર તમારે તમારા પરિવારની સાથે પોલીસ સ્ટેશન જવું પડશે. જોકે ડરવાની જરૂર નથી પોલીસ સ્ટેશનમાં તમને જેલમાં નાંખવામાં નહીં આવે, પરંતુ કાઉન્સિલિંગ કરવામાં આવશે કે ટ્રાફિકના નિયમ તોડવાથી શું નુકસાન થઈ શકે છે અને તેનાથી કેવી રીતે બચી શકાય.