ધુલેઃ મહારાષ્ટ્રના ધુલે જિલ્લામાં એક ગામના લોકોએ પાંચ લોકોને મારી મારીને તેમની હત્યા કરી દીધી. વાસ્તવમાં ગામના લોકોને શંકા હતી કે તેઓ મૃત બાળકને ચોરી કરીને લઈ જઈ રહ્યા છે. આ ઘટના ધુલે જિલ્લાના સાકરી તાલુકાના રાઇનપાડા ગામની છે. આ ઘટના બાદ આસપાસના વિસ્તારમાં પણ અફરાતફરી મચી ગઈ છે. આ મામલે પોલીસે 10 લોકોની ધરપકડ કરી છે.
2/3
પાંચ લોકોની હત્યાની પુષ્ટિ ધુલેના એસપી એમ. રામકુમારે કરી છે. તેમણે કહ્યું છે કે, ગામના લોકોએ પાંચ લોકોને બાળક ચોર સમજીને એટલી ખરાબ રીતે માર્યા કે તેમનાં મોત થઈ ગયાં. ગ્રામીણોએ બાળકોની ચોરીની શંકામાં જે પાંચ લોકોની હત્યા કરી છે, તેમાંથી એક મૃતક સોલાપુર જિલ્લાના મંગલવેધા વિસ્તારનો રહેવાસી હતો.
3/3
અત્યાર સુધી ગુજરાતમાં બાળકો ઉઠાવી જતી ગેંગ સક્રિય થઈ હોવાના સોશિયલ મીડિયા પર મેસેજ વાઇરલ થયા બાદ અલગ અલગ વિસ્તારોમાં આવી ઘટનાઓ બની રહી છે. આવા ફેક મેસેજ વાઇરલ થયા બાદ ઘણા નિર્દોષ લોકો હુમલાનો ભોગ બની ચૂક્યા છે.