એક સાક્ષીએ જણાવ્યું કે તેઓ ચાની કેન્ટીન પર ઉભા હતા ત્યારે સફેદ શર્ટમાં એક શખ્સ આવ્યો જેણે ઉમરને ધક્કો માર્યો અને ગોળીઓ ચલાવી. ઉમરનું બેલેન્સ બગડ્યું અને તેને કોઈ ગોળી ન લાગી.
2/3
સાક્ષીએ જણાવ્યું કે લોકોએ હુમલાખોરને પકડવાનો પ્રયાસ કર્યો તો તે હવામાં ફાયરિંગ કરતા ફરાર થઈ ગયો હતો. આ દરમિયાન હુમલાખોરની પિસ્તોલ ત્યાં જ પડી ગઈ હતી પરંતુ તે ફરાર થઈ ગયો હતો.
3/3
નવી દિલ્હી: જેએનયૂના વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદ પર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. કોન્સટીટ્યૂશન ક્લબના ગેટ પર તેના પર હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં કોઈને નુકશાન નથી થયું. કોન્સટીટ્યૂશન ક્લબ દિલ્હીના રફી માર્ગ વિસ્તારમાં છે.