શોધખોળ કરો
MeToo: કેંદ્રીય મંત્રી એમજે અકબર પર લાગેલા આરોપો પર અમિત શાહે શું કહ્યું?
1/3

નવી દિલ્હી: MeToo કેમ્પેઈનના કારણે કેંદ્રીય વિદેશ રાજ્યમંત્રી એમજે અકબરનું નામ સામે આવતા તેમના પર રાજીનામાનો દબાવ વધી રહ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું, તેમના પર જે આરોપ લાગ્યા છે ત્યારે જોવું પડશે તે સાચા છે કે ખોટા. અમિત શાહે અકબરની સામે એક્શન લેવાના સવાલને ટાળ્યો હતો. તેમણે તપાસ પર કહ્યું, તેના પર જરૂર વિચારીશું.
2/3

કાલે કેંદ્રીય મંત્રી અને ભાજપા નેતા ઉમા ભારતીનો એમજે એકબરને સાથ મળ્યો હતો. તેમણે કહ્યું, તે આ મામલે કંઈ નથી કહેવા માંગતા. અકબર સાથે જોડાયેલો મામલો ત્યારનો છે જ્યારે તેઓ સરકારમાં મંત્રી નહોતા. આ મામલો અકબર અને મહિલા વચ્ચેનો છે. જેના કારણે તેઓ આ મામલે કંઈ નહી કહી શકે.
Published at : 13 Oct 2018 11:41 AM (IST)
View More





















