તમને જણાવી દઈએ કે, દિલ્હીના એઈમ્સમાં જ 19 જુલાઈ, 2018ના રોજ કવિ અને ગીતકાર ગોપાલદાસ નીરજનું 93 વર્ષની ઉંમરમાં જ નિધન થયું હતું. તેઓ હિન્દી સાહિત્ય જગતના મોટા શખ્સિયત હતા. તેમના સાહિત્ય માટે તેમને ભારત સરકારે 1991 અને 20017માં પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા. તેમણે હિન્દી ફિલ્મોમાં અનેક ગીતો લખ્યાં છે.
2/4
ગોપાલદાસે એક સમયે કહ્યું હતું કે, તેમની અને અટલજીની કુંડળીના ગ્રહોના ચરિત્ર લગભગ સમાન છે અને બંને કુંડળીમાં શનિ દેવ ખાસ પ્રભાવ પાડશે. તેઓ જ અમારા બંનેના મહાપ્રયાણના સબબ બનશે. મૃત્યુથી થોડાવર્ષ પહેલા જ અમે બંનેને ગંભીર રોગોનો સામનો કરવો પડશે. જોકે, બૃહસ્પતિની કૃપાથી મારા હાથ-પગ ચાલતા રહેશે, પણ અટલજી કોમામાં જતા રહેશે. શનિના પ્રભાવથી જ અમારા બંનેનું મૃત્યુ ત્રીસ દિવસના અંતરાલમાં થશે.
3/4
વાજપેયી અને તેમની મિત્રતા અતૂટ હતી. 27 જાન્યુઆરી, 2009ના રોજ પૂર્વ રાષ્ટ્રપતિ આર.વેંકટરામનના નિધન બાદ ગોપાલદાસ દુખી થયા હતા. તેમણે અટલજી અને રામનને પોતાના જિગરજાન ટુકડા બતાવ્યા હતા.
4/4
નવી દિલ્હીઃ મહાકવિ ડો. ગોપાલદાસ નીરજ પ્રખ્યાત કવિ અને ગીતકાર હોવાની સાથે સાથે જ્યોતિષ શાસ્ત્રના પણ સારા જાણકાર હતા. ગુરુવારે અટલજીના નિધનની સાથે મહાકવિની ભવિષ્યવાણી પણ સાચી સાબિત થઈ ગઈ.