ભારતનું ભવિષ્ય એ વિષય પર રઘુરામ રાજને વક્તવ્ય આપ્યું હતું. તેમણે કહ્યું કે, દર વર્ષે સાત ટકા વિકાસ દર 25 વર્ષ સુધી ટકી રહે એ ખરેખર સારા વિકાસની નિશાની છે. પહેલા, આ વિકાસનો દર માત્ર 3.5 ટકા જ રહેતો હતો.
2/3
રઘુરામ રાજનને કહ્યું કે, 2011થી લઇ 2016 સુંધી ભારતનો વિકાસ ઝડપથી થઇ રહ્યો હતો પણ 2016 પછી આ વિકાસની ગતિ અટકી ગઇ છે. તેના માટે નોટબંધી અને GST જવાબદાર છે. જ્યારે વિશ્વભરમાં વિકાસે ગતિ પકડી ત્યારે ભારતમાં બે નિર્ણયો-નોટબંધી અને GSTએ દેશના વિકાસની ગતિને અટકાવી દીધી છે.
3/3
નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંકનાં પૂર્વ ગવર્નર રઘુરામ રાજને અમેરિકામાં એક સંવાદ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે, નોટબંધી અને GSTએ ભારતનાં વિકાસની ગાડીને પાટા પરથી ઉતારી દીધી છે. આ બે નિર્ણયોએ ભારતનાં અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે. રાજને પીએમઓની ભૂમિકા પર પણ પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, ભારતમાં ઘણા બધા નિર્ણયોમાં PMOની દરમિયાનગીરી પણ એક મુશ્કેલી છે. રધુરામ રાજને એમ પણ કહ્યું કે, હાલનો સાત ટકા વિકાસ દર દેશની જરૂરિયાત કરતા ઓછો છે.